જનધન બેંક એકાઉન્ટમાં જમા થશે 15 લાખ રૂપિયા, વાયરલ થયેલા આ મેસેજ સાચો છે ? જાણો મહત્વની વાત
નોટ બદલાવવા આવેલા લોકો પણ બેન્ક કર્મચારીની પુછપરછ કરતાં બેંકના કર્મચારીઓ પણ આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. નોંધનીય છે કે 8 નવેમ્બર બાદ સોશિયલ મીડિયા પર અનેક વાતને લઇને અફવા ફેલાઇ ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજનધન યોજના હેઠળ ખાતુ ખોલાવેલું હશે તે લોકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા થશે તેવી અફવા ફેલાઇ હતી જેથી લોકોએ બેંકો આગળ આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે દોડી ગયા હતા જ્યારે આ યોજના હેઠળ ખાતુ કેવી રીતે ખુલે તેની પુછપરછ કરી હતી. એક તરફ લોકો જૂની નોટ બદલવા લાઇન લગાવે છે ત્યારે આવા લોકોને કારણે બેન્કો આગળ ભીડમાં વધારો થયો હતો.
નોટબંધી બાદ ખાંડ અને મીઠાના ભાવ વધશે તેવી અફવા ફેલાઇ હતી જેથી લોકોએ જરૂરિયાત કરતાં વધુ અને ઊંચી કિંમતે મીઠુ ખરીદવા દોડી ગયા હતા. સરકારે ખુલાસો કર્યો હતો કે, પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. વોટ્સઅપના જમાનામાં અફવા ફેલાતા સહેજ પણ સમય લાગતો નથી. પોલીસ પણ અફવા ફેલાવનારા લોકોને પકડવામાં લાગી ગઇ છે.
આ મેસેજ બાદ કેટલીય બેંકની બ્રાંચ આગળ કેટલાંક એવા લોકો આંટા મારતા જોવા મળ્યાં હતા જેમને જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવવું હતુ. જ્યારે કેટલીય બેંકો આગળ લોકોએ જન ધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટેની પૂછપરછ કરવા માટે પણ પહોંચી ગયા હતા. જોકે, આ મેસેજ માત્ર એક અફવા પુરવાર થયો હતો.
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશ પોતાની જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને એક્સચેન્જ કરાવવામાં બેન્કો આગળ લાઇન લગાવીને ઉભો છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક અફવાઓનું બજાર ગરમ થઇ રહ્યુ છે. અનેક લોકો વોટ્સએપ પર મોદી સરકારના આ નિર્ણય બાદ જોક્સનો મારો ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એવો મેસેજ વહેતો થયો હતો કે હવે જનધન ખાતુ હશે તેવા ખાતાધારકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા થશે. આ મેસેજ બાદ જનધન ખાતુ ધરાવતા અનેક લોકો બેન્કોમાં જઇ પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -