આબુ રોડ પર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં ભરૂચના 5 લોકોના મોત
મૃતકના નામો હિમાશુ જંબૂસરીયા, મીતેશજાંબુ, દિલીપભાઇ જાંબુ, શિવાભાઇ જાંબુ, શાંતાબહેન જાંબુ
પોલીસના જણાવ્યા મુજબ ટ્રક ચાલક ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જીપમાં સવાર મુસાફરો રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે જીપના ખચ્ચરધાણ નીકળી ગયો. જેના કારણે મૃતકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તે દરમ્યાન અચાનક જ ટ્રક પાછળ જીપ ધૂસી જતાં પાંચ વ્યક્તિઓના ધટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. અકસ્માત થતાં મુસાફરોની મરણચીસો સંભલાઈ હતી. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતાં આબુરોડના ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે સિરોહી પરનો હાઈવે થોડાંક સમય માટે બ્લોક થઈ ગયો હતો.
અમદાવાદ: આબુ રોડ નજીક શિરોહી માર્ગ ઉપર ટ્રક અને જીપ ધડાકા સાથે ટકરાતા ભરુચની એક મહિલા સહિત પાંચ લોકોના મોત થઇ ગયા છે. તમામ મૃતકો ગુજરાતના ભરુચના હતા. જીપમાં સવાર મુસાફરો રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો.
મળેલી માહિતી મુજબ અકસ્માતને કારણે હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ધટનાની જાણ થતાં પોલીસ ધટનાસ્થળે આવી પહોંચી હતી. આબુરોડ નજીક આવેલા સિરોહીના રસ્તા પરથી મોડી રાત્રે જીપ પસાર થઈ રહી હતી. આ જીપમાં સવાર ભરૂચ જિલ્લાના લોકો રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા.