2014 પહેલા ભ્રષ્ટાચારી જેલમાં જતા, હવે ભાજપમાં જાય છે: હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે
ભાજપના કાર્યકરો પ્રચાર માટે આવે ત્યારે તેમનો જય સરદાર જય પાટીદાર કહીને વિરોધ કરવા માટે પણ સંદેશા વહેતા કરવામાં થયા છે. ખાસ કરીને સુરતમાં આવેલા અનેક પાટીદારોની સોસાયટીમાં ભાજપના કાર્યકરોએ મત કે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લાગવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસના અગ્રણીઓના સોશિયલ મીડિયામાં ભાજપનો વિરોધ કરવાના સંદેશા વહેતા થતાં અમદાવાદ, સુરત અને સેંકડો ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ વોટ માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવવાના પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પાસના અગ્રણીઓ અન કાર્યકરો દ્વારા ભાજપના લોકસંપર્ક સામે પ્રવેશબંધી જાહેર કરતા બોર્ડ ગુજરાતમાં અનેક સ્થળે લગાવી દેવામાં આવ્યા છે.
બીજી બાજુ હાર્દિક પટેલે ભાજપ પ્રહાર ચાલુ રાખતા જણાવ્યું હતું કે, જો એક જ વ્યક્તિથી બે વખત છેતરાઇએ તો તે આપણો જ વાંક ગણાય. પાટીદારો તો માત્ર છેતરાયા નથી ઘવાયા પણ છે. ભાજપ સરકારે પાટીદારોનો ઉપયોગ કરી અને પાટીદારોને જ એના અધિકારથી દૂર રાખ્યો. પાટીદાર સમાજનું વિચારીને ભાજપને હટાવીને રહેજો તેવું આહ્વાન હાર્દિકે કર્યું છે.
આ બાબતે હવે પાસના પ્રતિનિધિઓ દ્વારા ઉમિયા સંસ્થાન, ઊંઝા-ખોડલધામ જેવી સંસ્થાના અગ્રણીઓ સાથે વાત કરીને તેમનું માર્ગદર્શન લેશે. તે સાથે પાસના અન્ય સભ્યો અને આંદોલનના સહયોગીઓ સમક્ષ પણ આ વાત મૂકવામાં આવશે. તેના આધારે કોંગ્રેસ સાથે આગામી મીટિંગમાં કેટલા ટકા અનામત અને કઈ કેટેગરી મુજબ લેવી તે ફાઈનલ કરવામાં આવશે.
અમદાવાદ: 2014 પહેલા બધાં ભ્રષ્ટાચારી જેલમાં જતાં હતાં જ્યારે 2014 પછી બધાં ભ્રષ્ટાચારી ભાજપમાં જાય છે. ખરેખર દેશ નહીં પણ નેતાઓ બદલાઇ રહ્યા છે. તે સાથે પાટીદારોને સમાજ પર અત્યાચાર કરનાર ભાજપને ફરીવાર લાવીને પાટીદાર શહીદોનું અપમાન નહીં કરવા આહ્વાન કરવામાં આવ્યું છે આવું પાટીદાર અનામત આંદોલનકારી નેતા હાર્દિક પટેલ દ્વારા ભાજપની નીતિ-રીતિને ટાર્ગેટ કરતા એવો કટાક્ષ કરવામાં આવ્યો હતો.
પાસ દ્વારા કોંગ્રેસની મીટિંગમાં તામિલનાડુમાં 67 ટકા અનામત છે તે પેટર્ન પર પાટીદારો સહિતના બિનઅનામત વર્ગોને સ્પેશિયલ કેટેગરીમાં અનામતની ફોર્મ્યુલા છે તે અંગે સમાજ અને સંસ્થાઓનો અભિપ્રાય લેવામાં આવશે. પાસ અને કોંગ્રેસ વચ્ચે થયેલી મીટિંગમાં પાટીદારોને કેવી રીતે અનામત મળે તે માટે વાત થઇ હતી. જેમાં જો ઓબીસી કે ઇબીસીને બાજુએ રાખીને બંધારણીય રીતે અને આર્થિક આધારે સ્પેશિયલ કેટેગરી મુજબ પાટીદારોને અનામત મળે તે માટે ચર્ચા થવા પામી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -