✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતની ચાર રાજ્યસભા માટે આઠ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણ કોણ મેદાનમાં?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 02:13 PM (IST)
1

બીજી તરફ કોંગ્રેસે પણ એવું ગણિત માંડ્યું છે કે, નારણ રાઠવાનું ફોર્મ રદ થાય તો ત્રીજા ઉમેદવાર તરીકે અપક્ષ એવા પી.કે. વાલેરાને ટેકો આપીને કોંગ્રેસ બે બેઠકો પર જીત મેળવી શકે. હાલ, ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. હજુ સુધી ફોર્મમાં ક્ષતિને લઈને કોઈ સમાચાર આવ્યા નથી.

2

બીજી તરફ પરેશ મુલાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ચાર બેઠકો માટે ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે. આમ ચાર બેઠકોની ચૂંટણી માટે છ ઉમેદવારો વચ્ચે જંગ થવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસે ભરેલા વધારાના ફોર્મ અંગે એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે કે, જો નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થાય તો કિરીટ સિંહ રાણા ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.

3

કોંગ્રેસની વાત કરીએ તો અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ડમી ઉમેદવાર તરીકે પી.કે. વાલેરાએ ઉમેદવારી નોંધાવી છે. રાઠવાના ડોક્યુમેન્ટના પ્રશ્ને ગુંચવાડો થતાં તેઓએ છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું હતું.

4

અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે 8 ઉમેદવારી પત્રો ભરાયા છે. ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને કિરીટસિંહ રાણાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપ તરફથી રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતની ચાર રાજ્યસભા માટે આઠ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણ કોણ મેદાનમાં?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.