Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ: ગાંધીઆશ્રમમાં માનવસાધના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી દિવાલ તોડી પડાઈ
100 એકરમાં ફેલાયેલી આ જમીનમાં અલગ અલગ સાત ટ્રસ્ટ કાર્યરત છે. જેમાં માનવસાધના ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, હરિજન આશ્રમ ટ્રસ્ટ કાર્યરત છે. જેમાં સૌથી વધુ માનવસાધના ટ્રસ્ટ દ્વારા 1000 થી 1200 વારનું બાંધકામ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો ઈરાદો હતો કે દિવાલ બનાવીને આશ્રમને ટ્રસ્ટથી અલગ કરીને આવનારા દિવસોમાં વર્ચસ્વ ઉભું કરવું એ જ હેતુથી આશ્રમવાસીઓ દ્વારા ત્રિકમ પાવડા વડે દીવાલ તોડી પાડવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અમદાવાદમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં માનવસાધના ટ્રસ્ટ દ્વારા જમીન પર ગેરકાયદે કબજો મેળવવા દીવાલ ઉભી કરવામાં આવતા આશ્રમવાસીઓ દ્વારા સ્વેચ્છાએ દીવાલ તોડી પાડવામાં આવી છે. માનવસાધના ટ્રસ્ટ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સબંધીનું હોવાના કારણે વિવાદ વધુ વકર્યો છે.
100 એકરમાં ફેલાયેલા સાબરમતી સ્થિત ગાંધીઆશ્રમમાં માનવસાધના ટ્રસ્ટ દ્વારા દીવાલ ઉભી કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. આશ્રમવાસીઓનું માનવું છે કે મહાત્મા ગાંધી અહિંસા અને નાતજાતથી પર હતા અને તે મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. જે રીતે માનવસાધના ટ્રસ્ટ દ્વારા લાગવગનો ઉપયોગ કરીને દીવાલ ઉભી કરવામાં આવી છે તે જોતા આવનાર દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરવા આશ્રમવાસીઓ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -