હિટ એન્ડ રનઃ અકસ્માત કરનાર 18 વર્ષના સિદ્ધાર્થનો છુટકાર, અકસ્માતમાં વૃદ્ધાનું થયું હતું મોત
શનિવારે એસ.જી.હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ દેખાઇ આવે છે કે રોડ ક્રોસ કરતાં વૃદ્ધાને કારચાલકે કેવી રીતે અડફેટે લીધા હતા. મૃતક વૃદ્ધા જેનેટ થોમસ (ઉ.63) દિવાળી વેકેશનમાં પુત્રી સરનાના ઘરે આવ્યા હતા. તેઓ દોહિત્રી સાથે ખરીદી કરવા નીકળ્યાં હતાં, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદઃ એસ.જી હાઇવે પર ગંભીર અક્સામાત સર્જીને એક વૃદ્ધાનું મોત નીપજાવનાર સિદ્ધાંત રઘુવંશીનો જામીન પર છુટકારો થયો છે. આરોપીએ પૂરપાટ ઝડપે કાર ચલાવીને દાદી અને પૌત્રીને અડફેટે લીધા હતા. આ ઘટનામાં દાદીનું મોત થયું હતું. આ ઘટનાની તપાસ કરતા પોલીસે કારચાલક 18 વર્ષિય સિંદ્ધાંત રઘુવંશીને ઝડપી પાડ્યો હતો. આરોપીના પિતા જીતેંદ્રભાઇ રઘુવંશી કેડીલામાં કંપનીના DGM છે અને કાર પણ કંપનીની છે. આરોપી મિત્રો સાથે ફરવા માટે નિકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.