લોકો દસ ગ્રામના 50,000 આપીને પણ કેમ ખરીદી રહ્યા છે સોનું ? જાણીને થશે આશ્ચર્ય
બીજી તરફ કશું ના ખરીદો તો અત્યારે જે નોટો છે તેની કિંમત કાગળિયાં જેટલી થઈ જાય. આ કારણસર બિલ્ડરો ભાગતા ભૂતની ચોટલી ભલી એમ સમજીને જે હાથમાં આવે તે લઈને સોનું ખરીદી રહ્યા છે. કમ સે કમ પચાસ ટકા રકમ તો એ રીતે બચી જાય એવી તેમની ગણતરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાળાં નાણાં જેમની પાસે છે એવા લોકો આ જોગવાઈથી તો ફફડી ગયા જ છે પણ તેના કરતાં વધારે મોટો ડર તેમને સરકારની નજરે ચડી જવાનો છે. ઈન્કમટેક્સ સહિતની સરકારી એજન્સીઓની નજરમાં આવી જવાય તો પછી કાયમી કકળાટ થઈ જાય.
અત્યારે લોકો સોનાનો 10 ગ્રામનો સામાન્ય ભાવ છે તેના કરતાં દોઢો કે બમણો ભાવ આપીને ખરીદી રહ્યા છે. આ રીતે ઉંચો ભાવ આપવા પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે અઢી લાખ કરતાં વધારેની રકમ બેંકમાં ભરાશે તો તેની સ્ક્રુટિની થશે અને આ રકમ કાળાં નામાં હશે તો ટેક્સ વત્તા 200 ટકા દંડ લાગશે.
લોકો કાળા નાણાં હતા આપીને ઊંચા ભાવે જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે. તેના કારણે બુલિયન બજારના વેપારીઓ ગ્રાહકની ગરજ અનુસાર મન ફાવે તે રીતે ભાવ પડાવી રહ્યા છે. શુક્રવારે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. 48 હજારની સપાટીએ જોવા મળ્યો હતો અને પછી તે વધીને 50,000ને આંબી ગયો હતો.
અમદાવાદઃ મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરી તેના પગલે લોકો દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી શરૂ કરતાં સોનાના ભાવ રોકેટ ગતિએ ઉછળ્યા છે. અમદાવાદમાં ગ્રે માર્કેટમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ 50 હજાર રૂપિયાને આંબી ગયા છે.
જો કે આ તો શરૂઆત છે કેમ કે અત્યારે સોનાની જે રીતે માગ છે તે જોતાં આ ભાવ 75,000 રૂપિયાને આંબી જાય એવી શક્યતા છે. મંગળવારે રાત્રે સરકારે રૂ.500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ મંગળવાર રાતથી જ જ્વેલર્સની દુકાનોમાં તડાકો પડયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -