અમદાવાદઃ અકસ્માતમાં ભાજપના મંત્રીના સગા ને કોંગ્રેસી ધારાસભ્યના ભત્રીજાનું મોત, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોક્સ વેગનના ટ્રક સાથેની ટક્કર બાદ આગ લાગતાં તેમાં સવાર અમદાવાદ 3 યુવાનો ભડથું થઈ ગયા હતા. જેમાં મંત્રી કૌશિક પટેલના દીકરાના સાળા ધૈર્ય પટેલનો સમાવેશ થાય છે. તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા રાહુલ બારડનું પણ મોત નિપજ્યું છે.
જેમાં અકસ્માત બાદ કાર ભડભડ સળગી હતી અને તેની વિકરાળ આગથી અંદર બેઠેલા પાંચ લોકોમાંના ત્રણ ઘટનાસ્થળે સળગી ગયા હતા. જોકે બે વ્યક્તિઓને ગંભીર રીતે દાઝી જતાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકમાં મંત્રી કૌશિક પટેલના દીકરાનો સાળો પણ સામેલ છે.
માહિતી પ્રમાણે, ભાડજથી ઓગણજ જતાં વચ્ચે આવેલી બેબીલોન ક્લબ પાસે કપચી ભરેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો, આ અકસ્માત વહેલી સવારે પાંચ થયો હતો.
અમદાવાદઃ શહેરના ભાડજ રોડ પર કપચી ભરેલી ટ્રક સાથે કાર ટકરાતા 3 વ્યક્તિના મોત થયાની ઘટના ઘટી છે, બન્ને વચ્ચેનો અકસ્માત એટલો ભયંકર હતો કે કાર એકાએક સળગી ઉઠી અને કારમાં બેઠેલા લોકો આગમાં ભડતું થઇ ગયા હતા. આ અકસ્માતમાં ભાજપના મંત્રીના સગા અને કોંગ્રેસી ધારાસભ્યના ભત્રીજાનું પણ મોત નિપજ્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -