અમદાવાદઃ યુવક પિતરાઈ બહેનના પ્રેમમાં હતો પાગલ, બહેને લગ્ન કરી લેતાં શું કર્યું ?
આ અંગે પી.એસ.આઈ. જે.વી રાણાએ જણાવ્યું હતુ કે, ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી વિપુલની તપાસ કરવામાં આવી રહી છે. તેણે પ્રેમ પ્રકરણમાં જ આગ લગાડ્યાની વાત સાચી હોવાનું પણ પી.એસ.આઈ રાણાએ ઉમેર્યું હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેમનો ભત્રીજો પોતાની દીકરીના એક તરફી પ્રેમમાં હતો. દીકરીના લગ્ન અન્ય યુવક સાથે કરી દેતા તેણે અદાવતમાં એક્ટિવા સળગાવીને નુકશાન કર્યું છે. આરોપીની માતાએ પણ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બાપુનગર પોલીસના કહેવા પ્રમાણે, એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમને ૧૯ વર્ષીય દીકરી છે. જેના થોડા સમય પહેલા લગ્ન થયા હતા. તેઓ થોડા દિવસ અગાઉ ઘરે રોકાવા આવ્યા હતા. દરમિયાન 13મી મેના રોજ દીકરી અને જમાઈ ઘરની અંદર સૂતા હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર સુતા હતા ત્યારે તેમના મોટાભાઈનો દીકરો વિપુલ ત્યાં આવ્યો હતો અને ઘરની બહાર પાર્ક કરેલા જમાઈના એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. એક્ટિવા સળગતા પરિવારના સભ્યો ઉઠી જતા આરોપી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
અમદાવાદઃ ભાઇ-બહેનના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક ઘટના અમદાવાદના બાપુનગરમાં બની છે. પિતરાઇ બહેનના એક તરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાના બનેવીનું એક્ટિવા સળગાવી દીધું હતું. મળતી વિગતો અનુસાર, એક યુવક કાકાની દીકરીના પ્રેમમાં પડ્યો હતો. જોકે, તેની પિતરાઇ બહેનના લગ્ન થઇ જતાં યુવક ગુસ્સે ભરાયો હતો અને બહેનને લગ્નના કરિયાવરમાં મળેલા એક્ટિવાને સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.
જોકે, આ ઘટનાની જાણ થતાં યુવતીના પિતા ફરિયાદ માટે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપીની માતાએ પણ પોતાના દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. પોલીસના મતે આરોપી નાસી છૂટ્યો છે અને હાલમાં તેની શોધ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -