PM મોદીએ ટ્વિટ કરી સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, જાણો શું લખ્યું
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમે સરદાર પટેલ પર બ્લોગ પણ લખ્યો છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘દેશને એકતાના સૂત્રમાં બાંધનારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતી પર કોટિ કોટિ વંદન.’
પીએમ મોદીએ સરદાર જયંતી પર કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
સરદાર પટેલની પ્રતિમા પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક છે. જેના બહાને તેઓ અનેક અવસર પર કોંગ્રેસની સરદારની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવી ચુક્યા છે.
વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમ પર બની છે. 182 મીટર ઊંચી પ્રતિમાને તૈયાર થવામાં 5 વર્ષનો સમય લાગ્યો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 31 ઓક્ટોબર, 2013માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આધારશિલા રાખી હતી. આ પ્રતિમા બનાવવા માટે દેશભરમાંથી લોખંડ એકત્ર કરવા અભિયાન ચલાવવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -