અમદાવાદથી ગુમ થયેલી 14 વર્ષની છોકરી મળી ક્યા શહેરની જેલમાંથી? ક્યા ગંભીર ગુના બદલ હતી બંધ?
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાના ફોટો સાથે ફરિયાદ આપવા છતાં પોલીસે તેની કોઈ તપાસ જ કરી ન હતી. જે પણ વ્યક્તિ ગુમ થાય તેનું રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ફોટા સાથે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ સુરતની કતારગામ અને અમદાવાદની કૃષ્ણનગર પોલીસે સગીરાના અપહરણ મામલે કોઇ જ ધ્યાન આપ્યું ન હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસગીરાના પરિવારજનો કેસની માહિતી લેવા કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતાં જ્યાં પોલીસ ઈન્સ્પેકટરએ તેઓને સાંભળ્યાં ન હતાં. જેલમાં બંધ સગીરની ઉંમર નાની હોવાનું કહેવા અને તેના પુરાવા આપવા છતાં તેઓએ સાંભળ્યું ન હતું. ફરિયાદની કોપી માંગવા છતાં તેઓએ આપી ન હતી. અમદાવાદથી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા છતાં કતારગામ પોલીસે પરીવારને ત્યાંથી ધકેલી મૂક્યો હતો.
પરિવારજનો તેમની પુત્રીને શોધી રહ્યા હતા તે દરમિયાનમાં સગીરાએ તેની મોટી બહેનને ફોન કરી અને સુરતમાં વિમલનાથ ફ્લેટમાં થયેલી હત્યાના ગુનામાં તેને ફસાવી દેવામાં આવી છે. તે હાલ લાજપોર જેલમાં બંધ છે તેમ જણાવ્યું હતું. પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક સુરત લાજપોર જેલ પહોંચ્યા હતાં અને સગીરાને મળ્યાં હતાં. સગીરાએ જણાવ્યું હતું કે, તેને પ્રેમજી નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હતો.
સગીરાના પરિવારજને જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની પુત્રીનું 18 ઓક્ટોમ્બરના રોજ ગુમ થઈ હતી. આ અંગે પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કોઈ જ તપાસ કરી ન હતી. દરેક જગ્યાએ માહિતી આપી દીધી છે તેમ જણાવ્યું હતું.
અમદાવાદઃ અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી અને ત્રણ મહિના અગાઉ ગુમ થયેલી સગીરા સુરતના લાજપોર જેલમાં બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સગીરાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરત કતારગામ પોલીસની અને અમદાવાદ કૃષ્ણનગર પોલીસની બેદરકારી સામે આવી છે. સુરત પોલીસે હત્યામાં ધરપકડ કરાયેલી સગીરાની ઉંમર તપાસ કર્યા વગર જ તેને નારી સંરક્ષણ ગૃહ કે બાળ હોમની જગ્યાએ લાજપોર જેલમાં મોકલી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -