અમદાવાદઃ નરોડામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કરી આત્મહત્યા
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કૃણાલભાઇ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે જ્યારે પત્ની કવિતા બહેન અને પુત્રી શ્રીન ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા
આ ઉપરાંત ઘરમાં વૃદ્ધ મહિલા પણ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક કોસ્મેટિકના વેપારી હતી અને તેઓ છેલ્લા એક વર્ષથી આ ફ્લેટમાં ભાડે રહેતા હતા.
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યું હતું કે, નરોડા વિસ્તારમાં હરીદર્શન પાસે અવની ફ્લેટમાં ચોથા માળે કૃણાલ મુકુંદભાઇ ત્રિવેદી જેઓ કપડવંજના વતની છે. આશેર 45 વર્ષની ઉંમર છે. તેમની પત્ની કવિતાબહેન અને તેમની 16 વર્ષી પુત્રી શ્રીન આ ત્રણેએ પ્રાથમિક રીતે આત્મહત્યા કરી હોવાનું માલુમ પડે છે.
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં મંગળવારે રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા પતિ-પત્ની અને તેમની પુત્રી ત્રણેય લોકો મૃતહાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધારે તપાસ હાથધરી હતી.
આ ત્રણે તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. ત્રણે લોકોએ ઝેર પીધા બાદ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. આ અંગે પ્રાથમિક તપાસ હાથધરી છે. આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક છેલ્લા 24 કલાકથી પોતાના ઘરમાં હતા. તેમના પરિવારજનો તેમને ફોનથી સંપર્ક કરતા પરંતુ તેઓ ફોન ઉપાડતા નહોતા.
આ શંકાથી પોલીસ સાથે પરિવારજનો તેમના ઘરે આવ્યા હતા. ઘરનો દરવાજો ખોલીને ચેક કરતા ત્રણે લોકો આવી હાલતમાં મળી આવ્યા હતા. કૃણાલભાઇ, પત્ની કવિતાબહેન અને પુત્રી શ્રીન આ ફ્લેટમાં આશરે એક વર્ષથી ભાડેથી રહેતા હતા. કૃણાલભાઇ કોસ્મેટીકના વેચાણનો વ્યવસાય કરતા હતા