અમદાવાદઃ યુવક પરીણિતાના એકતરફી પ્રેમમાં પડ્યો ને પછી કરી કેવી આઘાતજનક હરકત? જાણો વિગત
આરોપીએ અગાઉ આ પ્રકારે કોઈ ફેક એકાઊન્ટ બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
અંતે મહિલાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ મહિલાને બદનામ કરવા આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
શરૂઆતમાં મહિલાની બહેનપણીને ખ્યાલ આવ્યો ન હતો. પરંતું સતત બિભત્સ ચેટીંગને કારણે તેણે આ અંગે પુછતા મહિલાએ પોતે આ ચેટીંગ કરતી ન હોવાનું કહ્યું હતું.
માહિતી પ્રમાણે, ધો.૧૨ સુધી ભણેલો દિનેશ એક મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે, તે તેના વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાને એકતરફી પ્રેમ કરતો હતો. તેણે સોશ્યલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પર આ મહિલાના નામની ફેક પ્રોફાઈલ બનાવી હતી. બાદમાં આ મહિલાની બહેનપણી સાથે અશ્લીલ ચેટીંગ શરૂ કર્યું હતું.
અમદાવાદઃ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. એક યુવક તેના જ વિસ્તારની એક મહિલાને એકતરફી પ્રેમમાં પડ્યો, તેને પોતાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બિભત્સ માંગણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં પોલીસે આ કેસમાં સેટેલાઈટમાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ બિપીનચંદ્ર ઠક્કર (૨૪) ની ૧૦ ઓગષ્ટના રોજ ધરપકડ કરી હતી.