દારૂ પીને વાહન લઈ નીકળ્યાં તો અમદાવાદ પોલીસ તમારા કરશે આવા હાલ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પર ફરજ પર હાજર પોલીસના જણાવ્યા પ્રમાણે ટુ-વ્હિલર, ફોર-વ્હિલર અને રિક્ષા ચાલકોની તપાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી પીધેલી હાલતમાં કોઈ પકડાયું નથી.
આ સાથે વાહન ચાલકો પાસે, આરસી બુક, લાયસન્સ અને જેવા મહત્વના દસ્તાવેજો છે કે નહીં એ અંગેની પણ તપાસ ચલાવવામાં આવી છે.
આ ડ્રાઇવ માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કામે લાગી ગયો છે. રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં શહેરમાં અલગ અલગ 31 જગ્યાઓએ પસાર થતાં વાહનોને તપાસ કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવની સાથે હવે ડ્રંક્સ એન્ડ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરની 31 જગ્યાએ આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદના જાણીતા વિસ્તારોમાં આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
અમદાવાદમાં કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે. તો હવે અમદાવાદમાં પોલીસ ડ્રંક્સ ડ્રાઈવ કરશે. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને આ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -