અમદાવાદઃ યુવકે ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં પાડી અંગત તસવીરો, ગર્લફ્રેન્ડના પિતાને જ મોકલી તસવીરો...
આથી તેના પિતાએ તે નંબર પર ફોન કરતાં તેણે પોતે પ્રિયાનો ફ્રેન્ડ હોવાનું અને તેનું નામ હર્ષ હોવાનું જણાવ્યું હતું. તેમજ તેણે વોટ્સએપ પર મોકલેલા ફોટા સિવાય પણ તે જ પ્રકારના બીજા ફોટા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેના પિતા પાસે 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને ન આપે તો સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ મૂળ જામનગરની અને હાલ અમદાવાદ રહીને એમબીએનો અભ્યાસ કરતી યુવતીની અશ્લીલ તસવીરો તેના જ એક ફ્રેન્ડે પિતાને મોકલીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે યુવતીના પિતાએ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી હેબતાઇ ગયેલા પિતાએ દીકરીને ફોન કરતાં પ્રિયાએ જણાવ્યું હતું કે, તેનું નામ હર્ષ દીપકબાઈ મદલાણી છે, જે મૂળ પોરબંદરનો છે અને હાલ અમદાવાદના વિજયનગર ચાર રસ્તા ખાતે રહે છે, તેમજ બીબીએમાં અભ્યાસ કરે છે. તેમજ તે પોતાનો મિત્ર હોવાનું પણ જણાવ્યું હતું.
દરમિયાન પ્રિયાના પિતાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હર્ષ મદલાણી બ્લેકમેલ કરતો હોવાની ફરિયાદ આપી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હર્ષે પ્રિયાને વસ્ત્રાપુરની કોઈ હોટલમાં મળવા બોલાવી તેના બીભત્સ ફોટા પાડી લીધા હતા અને વોટ્સએપ પર ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપે છે. આ ફોટાના બદલમાં તે 25 લાખ માંગતો હોવાની ફરિયાદ પણ તેમણે કરી છે.
હર્ષ ઘણીવાર તેના મિત્રોને હોટલોમાં મળવા માટે બોલાવતો હતો. જોકે, હર્ષે તેના આ ફોટા કેવી રીતે પાડી લીધા તે પ્રિયાએ પોતાને ખબર ન હોવાનું પિતાને જણાવ્યું હતું. હર્ષે આ પછી બીજીવાર પણ તેના પિતાને ફોન કરી 25 લાખની માંગણી કરતાં તેમણે રૂપિયા ભેગા કરવા માટે પાંચ દિવસનો સમય માગ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 19 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) બોડકદેવમાં પેઇંગગેસ્ટ તરીકે રહે છે અને ગુજરાત યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરે છે. ગત ત્રીજી માર્ચે પ્રિયાના પિતાના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી દીકરીના અશ્લીલ ફોટા વોટ્સએપ પર આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -