અમદાવાદ: યુવતી સાથે બ્રેકઅપ થયું ને બિઝનેસમેનના પુત્રએ 9માં માળેથી લગાવી છલાંગ
ત્યાર બાદ શાહિલ ‘મિત્રના ઘરે જઈને આવું છું’ કહીને ગયો હતો. તેની 15 મીનિટમાં જ ફ્લેટમાં બુમાબુમ થઈ ગઈ હતી. શાહિલના પરિવારજનો પણ ફ્લેટની બહાર જોતાં તેમનો પુત્ર નીચે પટકાયો હતો. જેથી તેનું મોત થયું હતું.
આ ઉપરાંત તે કોલકત્તા IIMમાં MBAમાં પણ અભ્યાસ કરતો હતો. તેમજ શાહિલ શેર બજાર અને બિટકોઈનનો સલાહકાર પણ હતો. રવિવારે સવારે 9 વાગે શૈલેનભાઈના પરિવારના સભ્યો ચા-નાસ્તો કર્યો હતો.
પાલડીના પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં 9માં માળે શૈલેન શાહ તેમની પત્ની, પુત્ર શાહિલ અને પુત્રી સાથે વર્ષોથી રહે છે. શૈલેનભાઈ સ્પેસ અનલીમીટેડના નામે રીયલ એસ્ટેટનો ધંધો કરે છે. તેમનો પુત્ર શાહિલે નિરમા યુનિવર્સીટીમાં BBA સુધીનો અભ્યાસ કર્યો હતો.
પાલડી પોલીસના જણાવ્યા પ્રમાણે, શાહિલ શેર બજાર અને બિટકોઈનનો સલાહકાર હતો. પરંતુ તેમાં તેને કોઈની સાથે મતભેદ નહોતો. જેના કારણે પોલીસ સ્પસ્ટ પણે માને છે કે, બ્રેકઅપના કારણે જ શાહિલે આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. યુવકે કરેલી આત્મહત્યાની ઘટના ફ્લેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
શાહિલની સારવાર જે ડોક્ટર પાસે ચાલતી હતી તે ડોક્ટરનું પણ પોલીસે નિવેદન લીધું હતું. જેમાં શાહિલે ડોક્ટરને જણાવ્યું હતું કે, તેણે છેલ્લા બે મહિનાથી કંઈ ગમતું નથી અને બેચેની લાગે છે. શાહિલ IIM કલકત્તામાં અભ્યાસ કરતો હતો.
અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને નિરમા યુનીવર્સિટીમાં BBAનો અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થી શાહિલને બે મહિનાથી એક યુવતી સાથે બ્રેકઅપ થઈ જતાં રવિવારે સવારે 9માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવતી સાથે શાહિલને છ મહિનાથી મિત્રતા થઈ હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી તેણે યુવતી સાથે બ્રેકઅપ થતાં તે ખુબ જ ડીપ્રેશનમાં આવી ગયો હતો.