✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ: કેશવાનનો ડ્રાઈવર ત્રણ સાથીઓને નશીલી ચા પીવડાવી લાખો રૂપિયા લઈ ફરાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Feb 2018 07:48 AM (IST)
1

આ ઉપરાંત તેના ફોનના લોકેશન દ્વારા પણ શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે આજુબાજુની ઈમારતોમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદ દ્વારા રાજ્યની બહાર જવાના તમામ રસ્તાઓ પર પણ વોચ હાથ ધરી છે.

2

પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરનું નામ સુધીર વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ચાંદખેડા ખાતે રહે છે. ચોરીની ઘટના બાદ પોલીસે તેના નિવાસ સ્થાન સહિત અન્ય સાથી મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

3

જાણવા મળ્યા મુજબ CMS ઈન્ફો કેશ મેનેજમેન્ટ કંપનીની કેશવાન શહેરના ATMમાં 2 કરોડના કેશ સાથે નીકળી હતી. જોકે દિવસભર ATMમાં પૈસા ભરીને સાંજના સમયે કેશવાન એસ.જી હાઈવે પર રાજપથ ક્લબ નજીક આવેલા HDFC બેન્ક પાસે પહોંચી હતી. તે સમયે કેશવાનના ડ્રાઈવરે તક જોઈને 3 સાથીદારોને કેફી દ્રવ્ય પીવડાવીને બેભાન કરીને 98 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

4

અમદાવાદ: અમદાવાદમાં 98 લાખ ભરેલી CMS ઈંફો કંપનીની કેશ વાન લઈને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઘટનાના ત્રણ કલાક બાદ સાથી કર્મચારી ભાનમાં આવતા ચોરીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદ: કેશવાનનો ડ્રાઈવર ત્રણ સાથીઓને નશીલી ચા પીવડાવી લાખો રૂપિયા લઈ ફરાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.