અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના IPS અધિકારી જે કે ભટ્ટ થયા નિવૃત્ત, કયા અધિકારીને સોંપવામાં આવ્યા ચાર્જ, જાણો વિગત
એડિશનલ ડીજી તરીકે નિવૃત થયેલા જે.કે ભટ્ટ 26 વર્ષ સુધી આઈપીએસ અને તે અગાઉ ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે ગુજરાત પોલીસમાં જોડાનાર જે.કે.ભટ્ટ પાટીદાર અનામત આંદોલનમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જ કર્યાની ઘટનાની તપાસ જે.કે. ભટ્ટને સોંપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કેડરના 1993ની બેચના આઈપીએસ જયેશકુમાર ભટ્ટ (જે.કે.ભટ્ટ) વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. જે.કે ભટ્ટ સરકારના ટ્રબલ શૂટર તરીકે ગણાતા હતા. જ્યાં પણ મોટી ઘટના બને તો તપાસ માટે અથવા સમાધાન માટે તેમને મોકલવાની સૂચના આવતી હતી.
અમદાવાદ: ગુજરાત પોલીસની એજન્સીઓમાં સૌથી મહત્વની એવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે.કે.ભટ્ટ નિવૃત થઈ ગયા છે. તેમનો ચાર્જ હાલના ટ્રાફિક જેસીપી જે.આર.મોથલીયાને સોંપવામાં આવ્યો છે. તેઓની ફેરવેલ પણ યોજાઈ હતી. જેમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
લોકસભાની ચૂંટણી પહેલા સરકાર મહત્વની એવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પોસ્ટ પર ક્યાં અધિકારીની નિમણુંક કરે છે તેના પર સૌની નજર છે. સરકારની ગુડબુકમાં રહેલા કયાં અધિકારીઓમાંથી કોને મૂકવામાં આવશે. તેમજ આ પોસ્ટ માટે કોણ કોણ રેસમાં છે તે અંગે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -