અમદાવાદ: ડિપ્રેશનના કારણે સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ગળા ફાંસો ખાઈ કરી આત્મહત્યા
પોલીસે યુવતીનો મોબાઈલ અને સ્યુસાઈડ નોટ કબ્જે કરી છે, આત્મહત્યા કરનાર નેહા મીઠાખળી પાસે વેબલાઈન ઈંડિયા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હતી, આત્મહત્યા પહેલા લખી સ્યુસાઈડ નોટમાં પાંચ વર્ષથી ડિપ્રેશનમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અમદાવાદના વાસણામાં ડિપ્રેશનના કારણે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. યુવતી મૂળ જેતપુરની રહેવાસી હતી અને વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં પીજીમાં રહેતી હતી. નેહા કેશોદની દિપ્તી સાથે પીજીમાં રહેતી હતી. હોળીના તહેવારમાં દિપ્તી તેના વતન ગઈ હતી અને આજે સવારે પાછી આવી હતી. તેણે આવીને રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ નેહાએ દરવાજો ન ખોલતા, દિપ્તીએ તેની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું અને જોયું તો નેહા પંખે લટકતી હાલતમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -