અમદાવાદઃ પુત્રી પાસે સેક્સની માગણી કરનારા પિતાને સમજાવવા ગયાં માસી-મામી, પિતાએ કહ્યુઃ મારા તેમની સાથે સેક્સ સંબંધો છે.........
આ અંગેની વિગતો એવી છે કે, 19 વર્ષીય કાવ્યા(નામ બદલ્યું છે)નું બ્રેકઅપ થતાં પ્રેમીએ યુવતી સાથેની અમુક અંગતપળોની તસવીરો તેના પિતાને વોટ્સએપ કરી દીધી હતી. આ તસવીરો પિતાને મળતાં દીકરીને બ્લેકમેલ કરી હતી. તેમણે દીકરીને કહ્યું હતું કે, જો તે તેની સાથે સંબંધ રાખશે તો અંગે કોઇને વાત નહીં કરે. જોકે, દીકરીએ આ વાત ઉડાવી દીધી હતી, પરંતુ તે સૂઈ ગયા પછી રાતે પિતાએ તેની સાથે અડપલા કર્યા હતા.
અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં યુવાન દીકરીની અશ્લીલ તસવીરો અંગે કોઇને જાણ ન કરવા માટે ખૂદ પિતાએ જ દીકરી પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે. દીકરીના પ્રેમીએ બ્રેકઅપ થતાં તેના પિતાને વોટ્સએપથી યુવતીની અશ્લીલ તસવીરો મોકલી હતી. જેના દ્વારા પિતાએ બ્લેકમેલ કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી.
આથી કાવ્યા ગભરાઈ ગઈ હતી અને અમદાવાદમાં જ રહેતા મામા-માસીના ઘરે જતી રહી હતી અને સમગ્ર હકિકત જણાવી હતી. આથી મોસાળના લોકો તેમજ અન્ય પરિવાજનો કાવ્યાના પિતાને ધમકાવવા પહોંચી ગયા હતા. બીજી તરફ કાવ્યાએ મહિલા હેલ્પલાઇન 181 અભયમની મદદ માગી હતી.
કાઉન્સિલર તરફથી કાવ્યાના પિતાને સમજાવવાનો પ્રયાસ થતાં તેમણે તો કાવ્યાના માસી અને મામી સાથે પણ સંબંધો હોવાનું કહી દીધું હતું. જોકે, આ આક્ષેપોથી મામી અને માસી ઉશ્કેરાઇ ગયા હતા. કાઉન્સિલરે પ્રેમપ્રકરણ સામે વાંધો હોય તો લગ્ન કરી દેવાનું જણાવ્યું હતું. જોકે, તેના પિતાએ લગ્ન પછી ભાગી જાય તેના કરતાં હું જ ન રાખું, તેમ કહ્યું હતું. આમ, કાવ્યાના પિતા માનવા તૈયાર ન થતાં અંતે હેલ્પલાઇનના કાઉન્સિલરે તેની સામે પોલીસમાં અરજી કરી હતી.