✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં પતિ સાથે જમવા ગયેલી યુવતીની થઈ છેડતી પછી શું થયું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2018 02:44 PM (IST)
અમદાવાદમાં પતિ સાથે જમવા ગયેલી યુવતીની થઈ છેડતી પછી શું થયું, જાણો વિગત
1

ત્યાર બાદ મારા પતિએ આ અજાણ્યા શખ્સોને બોલ્યા હતાં કે તમારા ઘરે મા-બેહન નથી. ત્યાર બાદ કપલ અને શખ્સોને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બનાવ બન્યા બાદ અમે ત્યાંથી જતાં રહ્યા હતા જોકે અજાણ્યા શખ્સો સહિત ત્રણ જેટલી મહિલાઓ પારસી અગિયારી પાસે આવી પહોંચી હતી અને અમારી સાથે મારા મારી કરી હતી.

2

ઘટના બાદ મહિલાએ જણાવ્યું હતું કે, મંગળવારે રાતે હું મારા પતિ સાથે રાયપુર દરવાજા પાસે જમવા માટે ગઈ હતી. જ્યાં જમ્યા બાદ તે રીક્ષામાં બેસી હતી ત્યારે 5 જેટલા અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતાં અને ‘મારી સાથે આવશો તેમ કહીને મારી પાસે મોબાઈલ નંબર માગ્યો હતો અને છેડતી કરી હતી.’

3

સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ હુમલાના કારણે મહિલાના હાથ અને પીઠના ભાગે ઈજા થઈ હતી. જ્યારે એક વ્યક્તિને માથામાં ઈજા થઈ હતી. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

4

મંગળવારે રાતે અમદાવાદમાં એક કપલ રાયપુરમાં જમવા માટે ગયું હતું. જ્યાં 4થી 5 લોકોએ મહિલાની છેડતી કરી હતી. ત્યાર બાદ મહિલાનો પતિ અને તેનો ભાઈએ આ શખ્સો સાથે બબાલ થઈ હતી. જેના કારણે અજાણ્યો શખ્સોએ ત્રણેય ઉપર હુમલો કર્યો હતો. જેમાં મહિલા અને તેના પતિ અને ભાઈને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

5

જોકે છેડતી બાદ પતિ અને મહિલાના ભાઈએ પ્રતિકાર કરતાં 5થી જેટલા લોકોએ તેના ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે તે કપલને ઈજા પહોંચતાં સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

6

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં મહિલાઓની છેડતીના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના આંગણે બન્યો હતો. મંગળાવારે રાતે અમદાવાદનું એક દંપતી જમવા માટે રાયપુર ગયું હતું. જ્યાં 4થી 5 અજાણ્યા શખ્સો દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં પતિ સાથે જમવા ગયેલી યુવતીની થઈ છેડતી પછી શું થયું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.