અમદાવાદમાં ફ્લાવર-શો હવે કઈ તારીખ સુધી ખુલ્લો રહેશે? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ મુદત લંબાવી હોવા છતાં તારીખ 26 અને 27મીએ રજાના દિવસો હોવાથી ફરી સ્થિતિ બગડવાની ભીતિ છે. આ અંગે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ બે દિવસો દરમિયાન ટીકિટના દર વધારીને રૂપિયા 50 કરી દેવામાં આવશે. બાકીના દિવસોમાં રૂપિયા 10ના દર યથાવત રખાશે. ટીકિટ બારીની વ્યવસ્થા વધારવા પણ તંત્રને સૂચના અપાઇ છે.
છેલ્લા બે દિવસ દરમિયાન રિવરફ્રન્ટમાં ટ્રાફિક જામ થતાં તેની આડઅસર રૂપે આશ્રમરોડ પર પણ સ્થિતિ બેકાબુ બની ગઈ હતી. આ અંગે કમિશનર વિજય નહેરાએ ટ્રાફિક પોલીસ સાથે બેઠક યોજીને કેટલાંક સૂચનો કર્યાં હતા. જેના કારણે સ્થિતિ થોડી સામાન્ય બની હતી.
અમદાવાદના આશ્રમરોડ અને રિવરફ્રન્ટના રોડમાં ફ્લાવર-શો અને શોપિંગ ફેસ્ટીવલના કારણે છેલ્લા બે દિવસ દરમિયાન સર્જાયેલી ટ્રાફિક અવ્યવસ્થા અને અરાજકતા બાદ ટ્રાફિક વિભાગે સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. બીજી તરફ ભારે આકર્ષણ જમાવતો ફ્લાવર-શો તારીખ 22મીએ પૂરો થવાનો હતો તે હવે તારીખ 31મી સુધી લંબાવી દેવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -