વિદેશી યુવકને પરણવા અમદાવાદી યુવતીએ મોકલ્યા પોતાના નગ્ન ફોટા, જાણો પછી શું થયું?
છેતરાયેલી પ્રિયંકાએ પોલીસ ફરિયાદ કરતાં વિદેશી યુવકો સન્ની અનુક્યુ થોમસ અને ચુકવુમેકા સેલેસ્ટાઈન ઈબેનેમેની ધરપકડ કરી બંનેને જેલહવાલે કરી દીધા હતા. ક્રાઈમ બ્રાંચે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં આઈપીસીનીએક્ટ તદુપરાંત ફોરેનર્સ એક્ટની કલમ ૧૪(એ) , ૧૪ (બી) લગાડાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડા સમય પછી રાજુએ પ્રિયંકાને ગિફ્ટ મોકલાવી હોવાનું કહી ટેક્સ પેટે ૪૩ હજાર ભરવા યુવતીને જાણ કરી હતી. એટલું જ નહીં, તેણે પોતે ભારત આવીને તેની સાથે લગ્ન કરશે તેવી વાત પણ કરી હતી. જેથી પ્રિયંકાએ પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ તેને ગિફ્ટ મળી નહોતી. આથી તેને ઠગાઇ થઈ ગઈ હોવાની ખબર પડી ગઈ હતી.
આમ, બંને વચ્ચે વાતચીત થયા પછી રાજુએ પ્રિયંકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે પ્રિયંકાએ સ્વીકારી લીધો હતો. દરમિયાન રાજુએ પ્રિયંકાના નગ્ન ફોટાની માગ કરી હતી. પહેલાં તો પ્રિયંકાને સંકોચ થયો હતો, પરંતુ વિદેશી યુવકને પરણવાની લાલચમાં તેને પોતાના નગ્ન ફોટા રાજુને મોકલી આપ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે થોડા સમય પહેલા મૂળ રાંચીની અને અમદાવાદમાં રહેતી પ્રિયંકા(નામ બદલ્યું છે)એ મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાનો બાયોડેટા મુક્યો હતો. આ સાઇટ પરથી યુવતીનું ઇમેલ એડ્રેસ મેળવીને રાજુ વિલિયમે સોશિયલ મીડિયા થકી પ્રિયંકાનો સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં રાજુએ પોતે યુકેના માન્ચેસ્ટર સિટીમાં રહેતો હોવાનું અને એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદઃ મૂળ રાંચીની અને અમદાવાદમાં રહેતી એક યુવતીને વિદેશી યુવક સાથે પરણવાના કોડ ભારે પડી ગયા છે. વિદેશી યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની પાસે યુવતીના નગ્ન ફોટાની ડિમાંડ કરી હતી. એટલું જ નહીં, આ પછી યુવતીને ગિફ્ટ મોકલાવી હોવાનું જણાવીને 43 હજાર રૂપિયાની ઠગાઇ પણ કરી હતી. આ અંગે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -