✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ 22 વર્ષીય યુવતીએ આઠમાં માળેથી કૂદીને આત્મહત્યા કરતાં પહેલા બહેન સાથે શું કરી હતી વાત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2017 09:55 AM (IST)
1

આ યુવતી આમ્રપાલી ટાવર ખાતે આવી હતી. સીસીટીવી ફૂટેજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાની બહેન સાથે બેઠેલી જોવા મળી હતી. આ પછી તે કોઈને ત્યાં કામે ગઈ હતી. દરમિયાન આઠમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. નીચે પટકાતા જ જાનકીનું મોત નીપજ્યું હતું. આ પછી પાલડી પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

2

આ અંગેની વિગતો એવી છે કે, સુખીપુરામાં રહેતી જાનકી ઠાકોર(મકવાણા) ચાર બહેનો અને ભાઇમાં સૌથી નાની છે અને તેને કોલેજ પૂરી કરેલી છે. જાનકી પોતાની બહેન સજન સાથે નિયમિત આમ્રપાલી ટાવરમાં લોકોના ઘરના કામ કરવા માટે આવતાં હતા.

3

જાનકીએ શા માટે આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. જોકે, જાનકી નિયમિત મોબાઇલ લઈને કામ પર આવતી હતી. પરંતુ ગઈ કાલે તે મોબાઇલ ઘરે મૂકીને આવી હતી, ત્યારે પોલીસને શંકા છે કે, તેની આત્મહત્યાનો ભેદ મોબાઇલમાં છૂપાયેલો છે. હવે મોબાઇલની તપાસ પછી હત્યા પાછળનું કારણ સામે આવે તેવી શક્યતા છે.

4

5

સજન દોડીને ત્યાં જતાં તેની બહેન જાનકી હતી, જે લોહીલૂહાણ હાલતમાં ત્યાં પડેલી હતી. આ અવાજ સાંભળીને આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા. આ પછી 108ને ફોન કરીને બોલાવવામાં આવી હતી. જોકે, જાનકીનું મોત નીપજ્યું હતું.

6

આ યુવતીનું નામ જાનકી મકવાણા (ઉ.વ.22) હોવાનું જાણવા મળ્યું છે. જાનકી તેની બહેન સાથે આમ્રપાલી ટાવર ખાતે આવી હતી. જાનકીએ આપઘાત કર્યો તે પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં તે તેની બહેન સાથે ટાવર ખાતે આવી હોવાનું જાણવા મળ્યું હતું.

7

8

ગઈ કાલે પણ તેઓ આમ્રપાલી ટાવરમાં કામ માટે આવ્યા હતા. એક વાગ્યાની આસપાસ સજને આઠમાં માળે ઊભેલી જાનકીને ઘરે જવા માટે કહ્યું હતું. ત્યારે જાનકીએ સજનને કહ્યું હતું કે, તું નીચે જા હું આવું છું. આથી સજન લિફ્ટમાં બેસીને નીચે ઉતરી હતી. ત્યાં જ તેને ઉપરથી કોઈ પડ્યું હોવાનો અવાજ સંભળાયો હતો.

9

10

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા આમ્રપાલી ટાવરના આઠમાં માળેથી કૂદીને એક યુવતીએ ગઈ કાલે બપોરે આપઘાત કરી લીધો હતો. 22 વર્ષીય યુવતી પોતાની બહેન સાથે આમ્રપાલી ટાવર ખાતે આવી હતી. ત્યારે પોતાની બહેનને નીચે મોકલ્યા પછી તે આઠમાં માળેથી કૂદી ગઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

11

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ 22 વર્ષીય યુવતીએ આઠમાં માળેથી કૂદીને આત્મહત્યા કરતાં પહેલા બહેન સાથે શું કરી હતી વાત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.