અમદાવાદની યુવતી સાથે મોડી રાત્રે ટ્રેનમાં થઈ છેડતી, કોણ છે આ શખ્સ?
આ યુવતીના જણાવ્યા મુજબ આરોપી રાત્રે દારૂ પીધેલી હાલતમાં હતો. અમદાવાદ ડિવિઝનના પીઆરઓ પ્રદિપ શર્માના જણાવ્યા મુજબ આરોપી કોચ અટેન્ડેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ પર હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલાને ગંભીરતાથી લઇને સખત કાર્યવાહી કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે તેણે સમગ્ર હકિકત તેના સાથી મિત્રોને કરતાં તેઓએ આ મામલે ૧૮૨ પર કોલ કરીને મદદ માંગી હતી. મહેસાણા પાસે ટ્રેન આવી ત્યારે મહેસાણા જીઆરપી પોલીસે આરોપી કોચ અટેન્ટેન્ટની ધરપકડ કરી આ અંગેનો ગુનો નોંધીને તે જયપુર પોલીસને સમગ્ર કેસ ટ્રાન્સફર કરી દીધો હતો.
અમદાવાદમાં રહેતી અને ગાંધીનગરમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી વિદ્યાર્થીની 'કોલેજ સ્ટુડન્ટ એક્સચેન્જ પોગ્રામ' અંતર્ગત અન્ય ચાર સહાધ્યાયીઓ સાથે ગ્રુપમાં દિલ્લીની કોલેજમાં ભણવા ગઇ હતી. આ ગ્રુપમાં બે વિદ્યાર્થિની અને ત્રણ વિદ્યાર્થીઓ હતા. કાર્યક્રમમાં ભાગ લઇ પરત અમદાવાદ આવવા ૨૩-૯-૧૭ના રોજ ટ્રેન નંબર ૧૨૯૫૮ રાજધાની એક્સપ્રેસમાં કોચ નંબર બી-૧૧માં બેસીને દિલ્લી આવી રહ્યા હતા.
અમદાવાદઃ નવી દિલ્લીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસમાં યુવતી સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. કોચ એટેન્ડેન્ટે જયપુર પાસે છેડછાડ કરતાં યુવતીએ રેલવે પોલીસ હેલ્પ લાઇન 182 પર ફરિયાદ કરતાં પોલીસે એટેન્ડેન્ટની ધરપકડ કરવામાં આવી છે.
ટ્રેન રાત્રે ૧ વાગ્યે જયપુર પાસે આવી ત્યારે આ વિદ્યાર્થિની બાથરૂમ જવા ગઇ હતી. ત્યાં હાજર કોચ અટેન્ડેન્ટ રવિન્દ્ર કૃપાલસિંહ ઠાકુરે રાતના એકાંતનો લાભ લઇને વિદ્યાર્થિની પર નજર બગાડીને તેની છેડતી કરી હતી. જોકે, યુવતીએ પ્રતિકાર કરતાં આરોપીએ બાથરૂમમાં પુરી દીધી હતી. જોકે બાથરૂમનું લોક અંદરથી પણ અનલોક થઇ શકે તેમ હોવાથી યુવતી ત્યાંથી ભાગીને પોતાની સીટ પર આવી ગઇ હતી.
રાજધાની એક્સપ્રેસનાં એસી કોચમાં તા.૨૪ સપ્ટેમ્બરની રાત્રે ૧ વાગ્યે ટોઇલેટ ગયેલી ૨૦ વર્ષીય યુવતીને ટોઇલેટમા બંધ કરી દઇને તેની સાથે કોચ એટેન્ડેન્ટે છેડતી કરી હતી. આ ઘટનાથી હેબતાઇ ગયેલી યુવતીએ આ અંગે હેલ્પલાઇન નંબર ૧૮૨ પર કોલ કરીને મદદ માંગી હતી. આ અંગે મહેસાણા જીઆરપી દ્વારા આરોપી કોચની ધરપકડ કરીને આ અંગેની ફરિયાદ નોંધી તેને જયપુર પોલીસને કાર્યવાહી માટે મોકલી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -