અમદાવાદ: ‘મારો પતિ તેના બોસ સાથે અનૈતિક સંબંધ બાંધવાનું દબાણ કરે છે’, પત્નીની પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરમાં અવાનવાર પતિ-પત્નીના અનૈતિક સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે નારણપુરમાં વધુ એવો એક કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ તેના પતિ પર અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરતો હોવાનો સનસનીખેજ આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પત્નીએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ જે કંપનીમાં નોકરી કરે છે તે બોસ અને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધવા ડરાવી-ધમકાવીને દબાણ કરે છે. પતિની આ હરકતથી તંગ આવી જઈ આજરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ કેસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી મહિલાનું મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના શિવરંજની વિસ્તારમાં પોતાના ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ મંગળવારે રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ હતી. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ થાઈલેન્ડની યુવતી સાથે રંગેહાથ ઝડપાયો હતો.