✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પત્નીને અન્ય સાથે સેક્સસંબંધની શંકાથી યુવકે ઘાતકીપણાની હદ વટાવી કરી હત્યા, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2016 11:00 AM (IST)
1

બાપુનગરમાં નબલખા બંગલા પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બીજા માળે નપારામ તેજારામ ભટનાગર પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડે રહેતો હતો. કલરકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા નપારામે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પહેલાં તો હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આમ, પતિ-પત્ની બંનેના મોત થતાં ત્રણ બાળકો પુત્રી શિવાની (ઉ.વ.15) પુત્ર કિશન (ઉ.વ.8) અને પુત્રી ખુશી (ઉ.વ. 6 ) નિરાધાર બની ગયા છે. બાપુનગર પોલીસે મૃતક પતિ-પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી ખૂન અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આગળ વાંચો કેવી રીતે થયા હતા નપારામ અને સોનલના લગ્ન?

2

અમદાવાદઃ ત્રણ બાળકોની માતા સાથે પહેલા લિવ-ઇન રિલેશન અને પછી લવ મેરેજ કરનાર યુવકે ખાલી ચાર મહિનાના લગ્નજીવનમાં જ પત્નીની અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં કમકમાટી મચી ગઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા 38 વર્ષિય નપારામે 33 વર્ષીય પત્ની સોનલના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકાને આધારે પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. સોનલના હાથ બાંધી પહેલા માથા પર લોખંડની તવી મારી હતી. આમ છતાં જીવ ન ધરાતાં તેના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા અને પછી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આગળ વાંચો આ પછી શું થયું?

3

નપારામે ત્રણ બાળકોની માતા સોનલ સોની સાથે 4 મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતાં. સોનલના પ્રથમ લગ્ન રાજુ ઠાકોર સાથે થયા હતાં, એના થકી બે પુત્રી હતી. જોકે, રાજુ સાથે છૂટાછેડા થતાં સોનલે બે પુત્રી પૈકીની એક પુત્રી શિવાનીને પોતાની પાસે રાખી હતી. ત્યાર બાદ સોનલે બીજા રાજુ કુશવાહા સાથે બીજા લગ્ન કર્યા હતાં. આ લગ્નથી સોનલને પુત્ર કિશન અને પુત્રી ખુશી હતા. પરંતુ એક વર્ષ પહેલા રાજુનું મોત થયું હતું. જેથી સોનલે નપારામ સાથે 4 માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં. આ પહેલાં તેઓ લિવ-ઇનમાં રહેતા હતા. આગળ વાંચોઃ કઈ રીતે આ ઘટના બની હતી?

4

5 દિવસ પહેલાં જ મૂળ પાલીના અને કલરકામ કરતા નપારામ ઉર્ફે નરપત ભટનાગર તેની પત્ની સોનાલ સાથે રહેવા આવ્યા હતા. શનિવારે સાંજે બંને પતિ-પત્ની ચા પાણી કરીને બેઠા હતા, ત્યારે મકાન માલિક ભગવતદાસ ભાડા કરાર માટે ફોટો માંગવા આવ્યા હતા. ત્યાર બાદ ના જાણે શું થયું કે, સવાર સુધી બંને ની કોઈ ચહલ પહલ ના દેખાતા પાડોશીએ તપાસ કરી. જઈને જોયું તો નપારામ લટકતી હાલતમાં અને સોનલબSન મૃત હાલતમાં લોહી લુહાણ થઈને પલંગ પર પડ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરતાં જ બાપુનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જઈને જોયું તો પતિ-પત્ની મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસ અને રહીશોના જણાવ્યા મુજબ ઘરમાંથી ખૂબ જ તીવ્ર વાશ આવતી હતી. જેથી નપારામે શનિવારે સાંજે જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.

5

16મી ઓગસ્ટના રોજ નેપારામ તેના ત્રણેય બાળકોને સરસપુર વડવાળા વાસમાં રહેતા તેની સાસુ શંકુતલાબેનના ઘરે મૂકી આવ્યો હતો. એ દિવસથી ત્રણેય બાળકો ત્યાં જ રહેતા હતાં. ગત શનિવારે રાત્રે નપારામ અને તેની પત્ની સોનલ ઘરે એકલા હતાં. ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થયો હોવાથી નપારામે તેની પત્ની સોનલના હાથ બાંધી કપાળમાં લોખંડની તવી અને હાથે બ્લેડ મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ નપારામે ઘરની લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. આગળ વાંચોઃ આ સંપૂર્ણ ઘટનાની કેવી રીતે થઈ જાણ?

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પત્નીને અન્ય સાથે સેક્સસંબંધની શંકાથી યુવકે ઘાતકીપણાની હદ વટાવી કરી હત્યા, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.