અમદાવાદ રથયાત્રા LIVE: ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા, મંદિરે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
142મી રથયાત્રામાં ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તોને બપોરે પ્રસાદ પીરસવામાં આવશે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 04 Jul 2019 10:18 PM

બ્રેકગ્રાઉન્ડ
સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે....More
નગરચર્યાએ નીકળેલા જગન્નાથની રથયાત્રા પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા છે. ભગવાનના દર્શન માટે નીજ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થવા બદલ નગરજનો તથા ખાસ કરીને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જાળવવા બદલ પોલીસ અધિકારીઓ-જવાનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પહોંચ્યા કાલુપુર પહોંચ્યા છે. ટેબલો દિલ્લી ચકલા પહોંચ્યા છે.
પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થતા રથયાત્રા નિજ મંદિર પરત ફરી રહી હતી ત્યારે 45 મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકાવી દેવાઈ હતી. પોલીસ રથયાત્રાને જલ્દી દોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રખાઈ હતી. જેના કારણે રથયાત્રા મોડી ચાલી રહી છે.
પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થતા રથયાત્રા નિજ મંદિર પરત ફરી રહી હતી ત્યારે 45 મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકાવી દેવાઈ હતી. પોલીસ રથયાત્રાને જલ્દી દોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રખાઈ હતી. જેના કારણે રથયાત્રા મોડી ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા રથયાત્રાના રંગે રંગાયા. ઈડરમાં નિકળેલી રથયાત્રામાં હિતુ કનોડિયાએ કરી તલવાર બાજી કરી હતી.
ભગવાનના રથ સરસપુરથી નીજમંદિર જવા રવાના થયા છે. થોડીવારમાં રથ કાલુપુર પહોંચશે. ટેબલો કાલુપુરથી પસાર થઈ રહ્યાં છે. રથયાત્રા દરમિયાન ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું અને મહાવત પર હુમલો કર્યો હતો.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં સવાર થઈ સરસપુરમાં પહોંચ્યા છે. મોસાળમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સરસપુરમાં હજારો ભક્તો મહાપ્રસાદ લઈ રહ્યાં છે.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે આ ત્રણેય રથ રાયપુર ચકલા પહોંચ્યા હતાં. જ્યાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગજરાજ સરસપુરમાં પહોંચ્યા છે.
રથયાત્રાના પ્રારંભે મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ જતા સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Best wishes to everyone on the special occasion of the Rath Yatra.
We pray to Lord Jagannath and seek his blessin… https://t.co/uwVsc2OoJL
We pray to Lord Jagannath and seek his blessin… https://t.co/uwVsc2OoJL
Gujarat CM Vijay Rupani and Deputy CM Nitinbhai Patel offered prayers at the Jagannath Temple in Ahmedabad on the o… https://t.co/xdC9SF6mKD
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો.
મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરાવતાંની સાથે જ રથયાત્રાનું થયું પ્રસ્થાન,રૂપાણીએ ત્રીજી વખત પહિંદવિધિ કરી, PM મોદીને પહિંદવિધિ કરવાની 12 વખત મળી હતી તક
રથયાત્રમાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાશે. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ અપાશે.
Gujarat: Home Minister Amit Shah and his wife Sonal Shah offer prayers at Lord Jagannath Temple in Ahmedabad, ahead… https://t.co/4tj1VYYyaS
અમદાવાદ પોલીસ કમિશ્નર એ કે સિંઘ જગન્નાથ મંદિર પહોંચ્યા. કહ્યું- એક મોટો પ્રસંગ છે. આ માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે. સૌથી મોટું રસોડું મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 50 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે.