અમદાવાદઃ દોઢ વર્ષ લગી યુવતીએ પ્રેમી સાથે માણી અંગત પળો, પછી કેનેડા જતી રહી, યુવકે તેને મેલ કરતાં યુવતીના ઉડી ગયા હોશ
જો કે આદિશ એ પછી પણ તોરમાં જ હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આદિશે યુવતીને કેનેડા જઈ મારવાના મેસેજ કર્યા હતા. આ સ્થિતિમાં પોતાના પર હજુ પણ ખતરો હોવાથી યુવતીની માતાએ આદિશ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ગભરાયેલી યુવતીએ બે મહિના પહેલાં તેની માતાને ફોન કરીને આ વાતની જાણ કરી હતી. માતાએ આદિશને ફોન કરતાં ગુસ્સે ભરાઈને આદિશ યુવતીના ઘરે નશાની હાલતમાં પહોંચી ગયો હતો અને ધમાલ કરતાં યુવતીની માતાએ પોલીસ બોલવી હતી. પોલીસ તરત આદિશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આદિશે યુવતીને અંગત પળોના ફોટા મોકલીને 50 હજાર રૂપિયા નહિ આપે તો તેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. ગભરાયેલી યુવતીએ તેને કેનેડીયન ડોલરમાં રકમ મોકલી આપી હતી. જો કે ત્યાર બાદ પણ આદિશે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
કાંકરિયામાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની 21 વર્ષની દીકરી ચાર મહિના પહેલાં જ અભ્યાસ કરવા માટે કેનેડા ગઇ છે. તેમની દીકરી દોઢ વર્ષ પહેલાં મણિનગરમાં રહેતા આદિશ જરોદિયા સાથે પરિચયમાં આવી હતી. બંને વચ્ચે નિકટતા વધી હતી અને બંને એકાંતમાં મળતાં હતાં.
અમદાવાદ: મૂળ અમદાવાદની પણ કેનેડામાં રહેતી યુવતીને તેના ભૂતપૂર્વ પ્રેમીએ અંગત પળોના અશ્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા પછી પણ બ્લેકમેઈલિંગ ચાલુ રાખતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવતીની માતાએ ભૂતપૂર્વ પ્રેમી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોના અને નગ્નાવસ્થાના ફોટા પાડી લીધા હતા. યુવતી કેનેડા જવાની હતી ત્યારે તેણે આદિશ સાથે સંબંધ પૂર્ણ કરી દીધા હતા. આદિશ એ માટે તૈયાર નહોતો પણ યુવતી તેને ગણકાર્યા વિના અભ્યાસ માટે કેનેડા જતી રહી હતી. છંછેડાયેલા આદિશે યુવતીને ઇ-મેલ કરીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.