નવરાત્રિમાં લુખ્ખા છેડે તો એક બટન દબાવીને છોકરી પોલીસને બોલાવી શકશે, જાણો કઈ રીતે?
અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. બીજી તરફ નવરાત્રિમાં ગરબે રમીને યુવતીઓ મોડી રાતે ઘરે પહોંચતી હોવાથી તેમનો પરિવાર તેમની સુરક્ષાને લઈને ભારે ચિંતિત રહેતો હોય છે. ત્યારે હવે ગરબે ઘૂમવા જતી યુવતીઓની વહારે પોલીસ આવી છે. તેમણે એક એવું ડિવાઇસ બનાવ્યું છે, જે તેમને સુરક્ષા કવચ પૂરું પાડશે. (સ્ટોરીઃ અનિતા પટણી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ડિવાઇસની વાત કરીએ તો આ કિચન ટાઇપ ડિવાઇસ છે. યુવતી મુશ્કેલીમાં હોય તો તે એક બટન દબાવશે કે, તરત પોલીસને યુવતીનું લોકેશન મળી જશે અને ગણતરીની મિનિટમાં જ પોલીસ આવી પહોંચશે.
નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં મહિલાઓ સાથે છેડતી અને રોમિયોથી પરેશાનીના અનેક કિસ્સાઓ બને છે. જેને લઈને પોલીસે અભિયાન હાથ ધર્યું છે. પોલીસે કિચન જેવું એક ડિવાઇસ બનાવ્યું છે. જે મુશ્કેલીના સમયે દબાવતા ગણતરીની મિનિટોમાં જ પોલીસ પહોંચી જશે અને યુવતીને મદદ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -