ફ્લેટમાં ચાલતા હુક્કાબાર પર અમદાવાદ પોલીસના દરોડા, જાણો પોલીસને ફ્લેટમાંથી શું મળ્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ પોલીસે દરોડો પાડ્યો ત્યારે તે ફ્લેટમાં હાજર ન હતો. જેથી હાલમાં પોલીસે નિહાર પંચાલની ધરપકડ કરી હુક્કા અને ફ્લેવર કબજે કરી ફ્લેવરમાં તમાકુ કે અન્ય કોઈ નશીલો પદાર્થ છે કે નહીં તેની ખરાઈ કરવા નમૂના એફએસએલમાં મોકલી આપ્યા હતા.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, નિહાર પંચાલે આ ફ્લેટ ભાડેથી રાખ્યો હતો અને ત્યાં લાંબા સમયથી હુક્કાબાર ચલાવતો હતો. જોકે નિહારે એક કર્મચારીને નોકરી રાખ્યો હતો.
આ દરમિયાન ત્યાંથી હુક્કાબારનો માલિક નિહાર પંચાલ તેમજ હુક્કો પીતા 3 માણસોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસે 3 હુક્કા, ફ્લેવર, પાઈપો સહિતની સામગ્રી કબજે કરી હતી.
અમદાવાદમાં ફ્લેટમાંથી હુક્કાબાર પકડાયું હોવાની આ પહેલી ઘટના છે. પીસીબીના એસીપી એમ.કે.રાણાની બાતમીના આધારે સ્ટાફના માણસોએ મંગળવારે રાતે સાંઈ પ્રસાદ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-304માં દરોડો પાડ્યો હતો.
અમદાવાદ: શહેરના ઉસ્માનપુરા દર્પણ એકેડેમી સામે આવેલા સાંઈ પ્રસાદ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં લાંબા સમયથી ચાલતું હુક્કાબાર પોલીસે પકડી પાડ્યું હતું. આ સાથે પોલીસે ભાડાના ફ્લેટમાં હુક્કાબાર ચલાવતા નિહાર પંચાલની ધરપકડ કરી 3 હુક્કા અને ફ્લેવર સહિતની સામગ્રી કબજે કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -