અમદાવાદઃ પ્રેમપ્રકરણમાં બે યુગલોનો આપઘાત, એક યુગલે નદીમાં ઝંપલાવ્યો, અન્યે ગળાફાંસો ખાધો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Aug 2017 12:17 PM (IST)

1
2
અમદાવાદઃ શહેરના સરદારબ્રિજ પરથી આજે વહેલી સવારે એક યુવતીએ મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે યુવતીની શોધખોળ કરતાં અન્ય એક યુગલની લાશ પણ મળી આવી હતી. આમ, સાબરમતીમાંથી બે યુવતી અને એક યુવકની લાશ મળી આવી છે. યુગલે પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
3
અન્ય એક બનાવમાં શાહીબાગમાં આવેલ મનુભાઈની ચાલીમાં પ્રેમીયુગલે પોતપોતાના મકાનમાં ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું છે. કરુણ ઘટનામાં ફેશન ડિઝાઇનરનો કોર્ષ કરતી યુવતીનું મોત થયું છે. જ્યારે યુવકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમસંબંધમાં બન્ને યુગલે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
4