✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અહમદ પટેલને જીતાડનારા છોટુ વસાવાને ગુજરાતમાંથી અલગ ભિલિસ્તાન સ્ટેટ જોઈએ છે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Aug 2017 10:41 AM (IST)
અહમદ પટેલને જીતાડનારા છોટુ વસાવાને ગુજરાતમાંથી અલગ ભિલિસ્તાન સ્ટેટ જોઈએ છે, જાણો વિગત
1

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ જીતી ગયા છે. અહમદ પટેલને 44 મત મળ્યા છે અને આ પૈકી 43 મત કોંગ્રેસના ધારાસભ્યોના છે જ્યારે અહમદ પટેલને 44મો મત જેડીયુના છોટુભાઈ વસાવાનો મળ્યો તે સ્પષ્ટ થઈ ગયું છે. તેના કારણે ગુજરામાં વસાવા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

2

છોટુભાઈ વસાવા ભરૂચમાં ચંદેરીયા ગામમાં ભિલિસ્તાન ચળવળ માટે વ્હાઈટ હાઉસ બનાવી રહ્યા છે. 60 એકર જમીનમાં ફેલાયેલું આ વ્હાઈટ હાઉસ ગુજરાતના રાજકારણમાં સત્તાનું નવું કેન્દ્ર બનશે તેવો દાવો વસાવા કરતા રહ્યા છે. આદિવાસી યુવકોને આકર્ષવા આ વ્હાઈટ હાઉસમાં મોટું રમતનું મેદાન હશે.

3

છોટુભાઈ વસાવાએ ભિલીસ્તાન ટાઈગર સેના (બીટીએસ) નામે સંગઠન બનાવ્યું છે અને ઝગડિયાના આદિવાસી પટ્ટામાં તેનું એકચક્રી શાસન ચાલે છે. તેમના દીકરા મહેશ વસાવા પણ ડેડિયાપાડામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. મહેશ વસાવા હાલમાં ભિલિસ્તાન વિકાસ મોરચા નામે સંગઠન ચલાવે છે.

4

વસાવા ગુજરાતમાંથી આદિવાસીઓ માટે અલગ રાજ્યની રચના કરવાના હિમાયતી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોને એક કરીને તેમાંથી આદિવાસીઓ માટે અલગ ભિલિસ્તાન બનાવવાની ઝુંબેશ છોટુભાઈ છેલ્લાં 35 વર્ષથી ચલાવે છે.

5

બીજી તરફ વસાવા સામે ધાડ પાડવી, ચોરી, અપહરણ કરીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા, હત્યાનો પ્રયાસ કરવો વગેરેની કલમો હેઠળ પણ કેસ નોંધાયેલા છે. વસાવા ગુજરાતના રાજકારણમાં સાચા અર્થમાં બાહુબલિ કહેવાય તેવા નેતા છે. ગુજરાતમાં તેમની સામે છે તેટલા ગુના બીજા કોઈ રાજકારણી સામે નથી.

6

વસાવા દાહોદના આદિવાસી પટ્ટાના બેતાજ બાદશાહ મનાય છે અને તેમનો પ્રભાવ એવો છે કે તેમની સામે પડવાની કોઈ હિંમત જ નથી કરતું. વસાવાનો રેકોર્ડ ગુનાઈત છે ને તેમની સામે 50 કરતાં વધારે કેસ નોંધાયેલા છે ને અલગ અલગ કેસોમાં 100 જેટલી કલમો લાગેલી છે. આ પૈકી ત્રણ કેસ તો ખૂનને લગતા છે.

7

વસાવા પહેલી વાર 1990માં ચીમનભાઈ પટેલની જનતા દળની ટિકીટ પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. છેલ્લી બે ટર્મથી તે જનતા દળ યુનાઈટેડ (જેડી-યુ)ના ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. 1993માં તેમણે ગુજરાત આદિવાસી વિકાસ પક્ષની રચના કરેલી અને તેની ટિકીટ પર ચૂંટણી લડીને પણ જીત્યા હતા.

8

અહમદ પટેલ માટે તારણહાર સાબિત થયેલા છોટુભાઈ વસાવા ભલે અત્યારે ચર્ચાના કેન્દ્રમાં હોય પણ ગુજરાતના રાજકારણમાં તેમનો દબદબો વરસોથી છે. છોટુભાઈ 1990થી ઝગડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે અને સળંગ છ વાર ધારાસભ્ય બન્યા છે. 1985માં એ પહેલી વાર લડ્યા ત્યારે હારી ગયેલા પણ પછી સળંગ જીત્યા છે.

9

છોટુભાઈ વસાવા ભાજપના અત્યંત વિરોધી છે. ભાજપે તેમને ખેંચવા પ્રયત્ન કર્યા હતા પણ વસાવાએ એ પ્રયત્નોને સફળ થવા નહોતા દીધા. વસાવા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપના આઈ.કે. જાડેજાને મળ્યા હતા ને અમિત શાહ સાથે હાથ મિલાવ્યા હતા પણ તેમણે છેવટે અહમદ પટેલને મત આપીને પટેલ સાથેની મિત્રતા નિભાવી.

  • હોમ
  • અમદાવાદ
  • અહમદ પટેલને જીતાડનારા છોટુ વસાવાને ગુજરાતમાંથી અલગ ભિલિસ્તાન સ્ટેટ જોઈએ છે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.