અમદાવાદમાં યોજાયો ઇન્ટર કૉલેજ ફેસ્ટ ‘બૌદ્ધિકા 2019’, 50થી વધુ કોલેજે લીધો ભાગ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘બૌદ્ધિકા 2019’માં વિજ્ઞાન , બિઝનેસ, સ્પોર્ટ્સ વગેરેને લગતી સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન ગુરુ, વ્યાપાર પહેલી, યુવા મંચ, બનાઓ ઉપયોગી વગેરેનો સમાવેશ થયો હતો.
અમદાવાદઃ અમદાવાદની જાણીતી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા ઇન્ટર કૉલેજ ફેસ્ટ બૌદ્ધિકા 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ વિદ્યાશાખાની લગભગ 50થી વધુ કોલેજના સ્નાતક કક્ષાના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અમદાવાદ શહેરના એડિશનલ પોલીસ કમિશ્નર અશોક કુમારે દીપ પ્રગટાવી કર્યું હતું. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર નેહા શર્માએ જણાવ્યું કે, આ વર્ષે બૌદ્ધિકા 2019ની થીમ પર્યાવરણના રક્ષણ માટે ‘રિડ્યુસ , રિયુઝ, અને રિસાયકલ’ રાખવામાં આવી છે.
શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજીત બૌદ્ધિકા 2019 માં આ વર્ષે પરફોર્મિંગ આર્ટ્સ, નોલેજ, સ્પોર્ટ્સ , મેનેજમેન્ટને લગતા 26થી વધારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બધા જ કાર્યક્રમો વિજ્ઞાન , બિઝનેસ, સ્પોર્ટ્સ , આર્ટ્સ , ક્રિએટિવ સ્કિલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો એમ 6 વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -