અમદાવાદમાં અમિત શાહે BJPનો ઝંડો ફરકાવીને ‘ઘર ઘર ચલો’ અભિયાનની કરી શરૂઆત, જાણો વિગત
આ સંમેલનમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપનાં પ્રભારી ઓ.પી. માથુર અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાસિંહ ચૌહાણ ગુજરાત આવી પહોંચ્યાં હતાં. CM વિજય રૂપાણી અને Dy.CM નીતિન પટેલ સહિતનાં આગેવાનો પણ હાજર રહ્યાં હતાં. સુરેન્દ્રનગરની સાથે આણંદ ખાતે પણ ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. જેમાં શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ અભિયાન માટે અમિત શાહ સોમવારે રાતે જ અમદાવાદ આવી ગયા હતાં. આ પહેલા ભાજપે 9મી ફેબ્રુઆરીનાં રોજ કલસ્ટર સમારોહનાં પણ શ્રીગણેશ કર્યાં હતાં. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સંમેલનમાં સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટની બેઠક માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અમિત શાહની સાથે મંચ પર સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતાં. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપ કાર્યકર્તાઓ સાથે અમદાવાદનાં મેયર બિજલ પટેલ અને તાજેરતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલ પણ આ કાર્યક્રમમાં આગળની હરોળમાં જોવા મળ્યાં હતાં.
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં તેમના નિવાસસ્થાને ઝંડો લહેરાવીને ‘ઘર ઘર ચલો’ અભિયાનની શરૂઆત કરી છે. સમગ્ર ગુજરાતમાં કુલ 25 લાખ ધ્વજ લહેરાવવામાં આવશે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -