અમદાવાદઃ સગી માસીએ ક્રાઇમ પેટ્રોલ જોઇને પ્રેમી સાથે મળીને કઈ રીતે ભાણેજનું કરાવ્યું અપહરણ?
કેવી રીતે અપહરણ માટે લાવવામાં આવી હતી કાર? રાજુએ પોતાના મિત્રને પિતાની સારવાર કરાવવા માટે કારની જરૂરિયા હોવાની કહી ઇકો કારની વ્યવસ્થા કરી હતી. આરોપીઓએ અપહરણ પહેલાં તેના ટ્યુશન ક્લાસની રેકી પણ કરી હતી. એટલું જ નહીં, જય ભરતને ઓળખતો હોવાથી ભરતે દૂરથી સમગ્ર અપહરણનું સંચાલન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોમલે શું ભજવી હતી ભૂમિકા? ભરતે પોતાની પ્રેમિકા કોમલ સાથે મળી સોનલબેનના પુત્ર જયનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. ભરતે જ તેને પ્લાનમાં સામેલ કરી હતી. કોમલે પોતાના મોબાઇલથી વોટ્સએપ ઉપર જય પટેલના ફોટા ભરતને મોકલી આપ્યા હતા. જયનું અપહરણ કરવા માટે ગાડી લાવવાનું કામ ભરતે રાજુને આપ્યું હતું. જ્યારે ખંડણી માગવા માટે ફોન અને સિમકાર્ડ લાવવાનું કામ અર્પિતને અપાયું હતું. અર્પિતે એક મહિના પહેલા એક મોટી ઉંમરના કાકાનો ફોન પડાવી લીધેલો હતો. જેનો ઉપયોગ આ અપહરણ પછી ખંડણી માટે કરવામાં આવ્યો હતો.
રસ્તામાં મોબાઇલ ફોન અને સિમકાર્ડ તોડીને ફેંકી દીધા હતા. બીજા દિવસે ત્રણેય આરોપીઓ ભેગા થયા હતા. ભરતે તેમને આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાની જાણકારી આપી હતી.
દરમિયાન રાત પડી જતાં જયે રડવાનું શરૂ કર્યું હતું અને મમ્મી પાસે જવાની જીદ પકડી હતી. રાજુ અને અર્પિતે બહુ પ્રયત્નો કરવા છતાં રોકકડ બંધ ન થતાં તેમણે ભરતને ફોન કર્યો હતો અને તેઓ કંટાળી ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે, ભરતે સોનલબેને થોડા પૈસા ભેગા કરી લીધા હોવાનું જણાવી થોડી રાહ જોવાનું કહ્યું હતું. જોકે, અર્પિત અને રાજુ એટલા કંટાળી ગયા હતા કે, તેઓ જયને નડિયાદ રેલવે સ્ટેશન પર છોડીને નીકળી ગયા હતા અને ત્યાંથી તેઓ અમદાવાદ પરત આવી ગયા હતા.
કેવી રીતે ઘડાયું અપહરણનું કાવતરું? આ અપહરણનો માસ્ટર માઇન્ડ ભરત રમણલાલ મકવાણા અને કોમલ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધમાં હતા. કોમલ બહેન સોનલના ઘરે રહેતી હતી અને ભરતને મળવા જતી ત્યારે અનેકવાર જયને સાથે લઈ જતી હતી. જેને કારણે ભરત જય પટેલના પરિચયમાં આવ્યો હતો. એટલું જ નહીં, તેના પિતા અમેરિકામાં રહેતા હોવાથી તેમની પાસે પૈસા હોવાની માહિતી મળી હતી. આમ, આજથી પંદર દિવસ પહેલા ભરતે રાજુ અને અર્પિત સાથે મળીને વટવા કેડિલા ક્રોસિંગ પાસે રાત્રે આઠ વાગ્યે અપહરણનો પ્લાન ઘડવા ભેગા થયા હતા. તેમણે ક્રાઇમ પેટ્રોલના એક એપિસોડ પરથી અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં તેમણે પ્રેમિકા કોમલની મદદ લેવાનું નક્કી કર્યું હતું.
આ પછી જયને કપડવંજ લઈ ગયા હતા અને રસ્તમાં જયને નાસ્તો કરાવ્યો હતો. આ પછી જયને ડાકોર લઈ ગયા હતા. ત્યાંથી નડિયાદ આવવા નીકળ્યા હતા. દરમિયાન કોમલ તેની બહેન અને પરિવાર અંગે ફોન કરીને ભરતને માહિતી આપતી રહેતી હતી. ભરત તેના મિત્રોને આ તમામ માહિતી આપતો હતો.
અમદાવાદઃ એનઆરઆઇ વિષ્ણુભાઈ પટેલના પુત્ર જયના અપહરણનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. જય પટેલનું અપહરણ તેની માસી કોમલ પટેલે પ્રેમી ભરત મકવાણા સાથે મળીને કર્યું હતું. જેમાં ભરતના બે મિત્રોએ પણ સાથ આપ્યો હતો. ત્યારે આ અપહરણમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ક્રાઇમ પેટ્રોલની એક સ્ટોરી પરથી પ્રેરણા લઈને આરોપીઓએ અપહરણનું પ્લાનિંગ કર્યું હતું. જોકે, પોલીસે જયની માસી કોમલ રાકેશભાઈ પટેલ, કોમલનો પ્રેમી ભરત મકવાણા, રાજેશ મકવાણા અને અર્પિત ઉર્ફે બબલુ ક્રિશ્ચિયનને પકડી પાડી સમગ્ર અપહરણનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
આ પછી રાજુ અને અર્પિત જયને ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ અને ત્યાંથી રિંગ રોડ થઈ નરોડાથી દહેગામ લઈ ગયા હતા. અહીં અર્પિતે જયની માતા સોનલબેનને ફોન કરી જણાવ્યું હતું કે, તારા છોકરા જય પટેલનું કિડનેપિંગ થઈ ગયું છે. રૂપિયા પંદર લાખની તૈયારી રાખજે. હું પછી ફોન કરીશ, તેમ કહી ફોન કાપી નાંક્યો હતો.
આમ, પ્લાન પ્રમાણે 26મી જુલાઇએ રાજુ ઇકો કાર લઈને અર્પિત સાથે ચાંદલોડિયા જવા નીકળ્યા હતા. જ્યારે ભરત પોતાના ઘરેથી તેમને દોરવણી આપતો હતો. સવારે અગિયાર વાગ્યે રાજુ અને અર્પિત જયના ફ્લેટ પાસે પહોંચ્યા હતા. જ્યાં જય સ્કૂલ ડ્રેસમાં આવી પહોંચતા અર્પિત તેની પાસે ગયો હતો અને તેને તેની મમ્મીએ લેવા મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, બહારગામ જવાનું છે, તેમ કહી ઇકો કારમાં ડ્રાઇવરની બાજુની સીટમાં બેસાડી ગોતા ચોકડી તરફ લઈ ગયા હતા. આ પછી ભરતને ફોનથી આની જાણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -