ફેસબુક ફ્રેન્ડ સાથે મજા કરવા નિકળેલા રાજકોટના બે યુવકો કઈ રીતે લૂંટાયા?
અમદાવાદઃ ફેસબુક પર સ્વરૂપવાન યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારીને તેની સાથે સંબંધ બાંધવાનાં સપનાં રાજકોટના બે યુવકોને ભારે પડ્યાં છે. આ બે યુવતીએ પોતાના સુંદર ચહેરા ફેસબુક પર બતાવીને બંને યુવકોને આકર્ષ્યા હતા અને પછી જલસા કરવા માટે બોલાવીને બે લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આ કેસમાં સોલા પોલીસે અમદાવાદની બે યુવતીની ધરપકડ કરી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પૂજા પટેલ નામની યુવતી સાથે રાજકોટના દીપકભાઈ ભૂકુંને મિત્રતા થઇ હતી. પછી મિત્રતા પ્રેમમાં પરિણમી અને વોટ્સએપ પર વાતો શરૂ થઇ હતી. પૂજાએ દીપકભાઈને મળવા માટે અમદાવાદ બોલાવ્યા હતા. દીપકભાઈ જાતજાતનાં સપનાં જોતા પોતાના મિત્ર અજય મકવાણા સાથે અમદાવાદ આવી ગયા હતા.
દીપક અને અજય સવારે જાગ્યા ત્યારે બંનેને પોતે લૂંટાયા હોવાની ખબર પડી. તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી તેમની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પાસમાં બહાર આવ્યું છે કે રિના પ્રજાપતિ પરીણિત છે, પૂજા ગરીબીના કારણે રિના સાથે રહેતી હતી. બંનેએ આ પહેલાં પણ કોઈ બકરાને ખંખેર્યા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં દીપક-પૂજાની મુલાકાત થઈ. પૂજાની સાથે તેની મિત્ર રીના પ્રજાપતિ પણ આવી હતી. આ મુલાકાત પછી બધાં રાત્રી રોકાણ માટે સોલાની એક હોટેલમાં ગયાં. દીપક અને અજય બહારથી જમવાનું લઈ આવ્યા. જમતી વખતે પૂજા-રીનાએ છાશમાં કેફી પદાર્થ ભેળવી બંનેને બેભાન કરી દીધા ને તેમના સોનાના દાગીના અને મોબાઈલ લઈને ફરાર થઇ ગઈ.