અમદાવાદઃ યુવતીને ન્હાતી જોવા આ શખ્સે બાથરૂમમાં લગાવ્યો હતો સ્પાઇ કેમેરા, કોણ છે આ શખ્સ?
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અશોક વિહારમાં શિક્ષિકા યુવતી છેલ્લા પંદર દિવસથી પીજી તરીકે રહેવા આવી હતી. આ પીજી ટોરેન્ટ પાવરમાં એન્જીનીયર કામ કરતાં રમેશ ગોસાઈનું છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સવારે શિક્ષકા યુવતી બાથરૂમમાં હાથ-પગ ધોવા ગઈ ત્યારે છત પરથી પાણી ટપકતું હતું. આથી તેમણે પાણી ક્યાંથી ટપકે છે, તે ચેક કરવા ઉપર જોતાં તેમને શાવર પર શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી. જે બહાર કાઢી ચેક કરતાં મેગ્નેટ સાથે જોડાયેલો સ્પાઇ કેમેરા હતો.
રમેશ ગોસાઇના પાંચથી છ મકાન પીજી તરીકે ભાડે આપેલા છે. હાલ તેના ઘર પર તાળું મારેલું છે અને પરિવાર ઘર બંધ કરી જતો રહ્યો છે. ત્યારે પોલીસે તેના અન્ય પીજી પર પણ તપાસ હાથ ધરી છે અને બીજી કોઈ જગ્યાએ સ્પાઇ કેમેરા લગ્યા છે કે નહીં, તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ સ્પાઇ કેમેરા સાથે શિક્ષિકા યુવતી ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપી પીજી સંચાલકની ધરપકડ કરી હતી. જોકે, હાલ તેનો જામીન પર છૂટકારો થઈ ગયો છે. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.સી. પટેલે જણાવ્યું હતું કે, રમેશ ગોસાઇ ટોરેન્ટમાં નોકરી કરે છે અને યુવતીની ફરિયાદને આધારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ: શહેરના મોટેરા વિસ્તારમાં યુવતીને ન્હાતી જોવા માટે મકાનમાલિકે બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાનમાલિકે બાથરૂમમાં શાવર પર કેમેરો ગોઠવ્યો હતો. આ અંગે યુવતીને જાણ થતાં સ્પાય કેમરો લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીની ફરિયાદને આધારે આરોપી મકાન માલિકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -