પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતજો, જાણો, કેવી રીતે છે જીવ પર ખતરો?
પેટ્રોલ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પેટ્રોલ જ્યાંથી ભરાતું હોય તે પંપના 6 મીટરના અંતર સુધી મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઇ છે. એટલું જ નહીં, તમામ પેટ્રોલપંપ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના લખવામાં આવે છે.
અત્યારે એક પેટ્રોલપંપ પર લગભગ 80થી 85 ટકા લોકો રોકડથી પેટ્રોલ પૂરાવતા હોય છે. હવે આગામી દિવસોમાં પેટ્રોલપંપના ફ્યૂલ સ્ટેશનથી 6 મીટર દૂરના અંતરે મોબાઇલ વોલેટએપનો ઉપયોગ કરનારા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે, તેવી પણ વિચારણા ચાલી રહી છે.
વાત જાણે એવી છે કે, મોબાઇલથી પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવાથી મોટું જોખમ એટલા માટે છે કે, પેટ્રોલ જ્યારે પૂરવામાં આવતું હોય ત્યારે ફ્યૂલ ટેન્ક પાસે વરાળ હોય છે અને આ દરમિયાન મોબાઇલનો ઉપોયગ કરવામાં આવે તો તેના તણખાથી આગ લાગવાની મોટી સંભાવના છે, તેમ નિષ્ણાંતોનું માનવું છે.
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000ની નોટો બંધ કર્યા પછી છૂટાની ભારે માથાકૂટ થઈ રહી છે, ત્યારે લોકો ઇ-પેમેન્ટ તરફ વળ્યા છે. લોકો કાર્ડ સ્વેપ કરીને કે પછી ઇ-વોલેટથી પૈસા આપી રહ્યા છે, ત્યારે પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતી જજો. કારણ કે, તેના કારણ તમારા જીવ પર ખતરો તોળાઇ શકે છે.