ગાંધીનગર કોલેજની 16 વિદ્યાર્થીનીઓના ફોન પર શરૂ થયો અશ્લીલ કોલ્સનો મારો, કારણ જાણીને તમે ચોંકી જશો
ગુરૂવારે પણ ફોન અને એસએમએસનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ વિદ્યાર્થિનીઓએ આ અંગે કોલેજના આચાર્યને રજુઆતો કરતા આચાર્યએ કોલેજની બદનામી થશે એવા ડરથી કોઇપણ કાર્યવાહી કરવામાંથી હાથ અધ્ધર કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા પરિવારમાંથી આવતી કોલેજ વિદ્યર્થીનીઓ આવું સાંભળીને હતપ્રત થઈ ગઈ હતી. પોતાને કોઈ કોલગર્લ સમજીને ફોન પર 'ઓફર' કરી રહ્યું છે તેવું જાણીને વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી ગઈ છે. વિદ્યાર્થિનીઓ ઉપરાંત કોલેજની એક મહિલા લેકચરરનો ફોન નંબર પણ ફેસબુક પર મુકી દેવાતા તેમને પણ વિદ્યાર્થિનીઓ જેવો જ અનુભવ થઇ રહ્યો છે.
Mixed race તેઓએ બધાએ ભેગા મળીને કોલેજના આચાર્ય સમક્ષ પણ ફરિયાદ કરી છે. જેમાં પુરાવા તરીકે ફેસબુકમાં તેમનાં નામ અને ફોન નંબરો મુકાયા છે તેની વિગતો આપી છે. પરંતુ આચાર્યએ એવું કહીને હાથ અધ્ધર કરી દીધા છે કે ફેસબુક પર કોઈ જગ્યાએ આપણી કોલેજનું નામ લખ્યું નથી. મામલો વધારે આગળ વધશે તો કોલેજની બદનામી થશે. હું પોલીસ કેસ સહિતની કોઈ જ કાર્યવાહી કરી શકીશ નહીં.student using laptop on campus
દરમિયાનમાં ફોન કોલ્સ અને મેસેજો ચાલુ રહેતાં વિદ્યાર્થિનીઓનાં મોબાઈલ ફોન તેમનાં પરિવારજનોએ લઈ લીધા છે. હવે તેઓ જ ફોન કરનાર સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓને પૂછી રહ્યા છે કે આ ફોન નંબર તમને કયાંથી મળ્યા? તેઓ જવાબમાં કહે છે કે, ફેસબુકનાં એકાઉન્ટ પરથી! આ અંગે GTU નાં કો-ઓર્ડિનેટર તુષાર પટેલ અને અન્ય અધિકારીઓને પૂછતાં તેઓએ કહ્યું કે આવી કોઈ ઘટના બન્યાનું અમારી જાણમાં નથી. વિદ્યાર્થિનીઓએ અમને ફરિયાદ પણ કરી નથી. આમ છતાં અમે આવતીકાલે કોલેજમાં જઈને આચાર્ય પાસેથી રીપોર્ટ લઈશું.
બુધવારે રાત્રે એન્જિનિયરીંગનાં પાંચમાં સેમેસ્ટરમાં ભણતી ૧૬ જેટલી વિદ્યાર્થિનીઓ પર એકાએક જ ફોન આવવાના શરૂ થયા હતા. ફોન કરનારી વ્યક્તિએ કયાં મળીશું, તું ક્યારે આવશે, શું ભાવ છે. વગેરે જેવી ગંદી અને ન લખી શકાય એવા બીભત્સ શબ્દોમાં વાતચીત કરી હતી.
અમદાવાદઃ ગાંધીનગર નજીક આવેલી એક કોલેજની એન્જિનિયરની કેટલીક વિદ્યાર્થિનીઓને ફેસબુક પર કોલગર્લ તરીકે દર્શાવી તેનાં મોબાઈલ ફોન નંબર મુકી દેવાની ઘટના સામે આવી છે. બુધવારે રાતથી જ આ ફોન નંબર ફેસબુક પર આવવાને કારણે આવી વિદ્યાર્થિનીઓનાં ફોન પર ઢગલાબંધ ફોન આવ્યા હતા તેમજ SMS નો મારો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -