અલ્પેશ ઠાકોરની કઈ ચીમકીથી સરકારી અધિકારીઓમાં દિવાળી બગડવાનો ફફડાટ ? જાણો વિગતો
હાલના પ્રોકાયદા મુજબ કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે છે તેવું સાબીત થાય તો છ માસની સજા અને એક લાખના દંડની જોગવાઇ છે. આ સજા પ્રથમવાર પકડાયા હોય તો થાય છે. વારંવાર દારૂનો ધંધો કરવાની ટેવવાળા આરોપીઓના કેસમાં સજામાં વધારો થઇ શકે. દારૂ પીતાં પકડાયેલી વ્યક્તિ માટે સામાજિક સેવા સહિતના દંડની જોગવાઇ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ઓબીસી, એસસી-એસટી એકતા મંચના કન્વીનર અને ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે દારૂબંધીના કડક અમલ માટે દિવાળી પછીના પાંચમા દિવસે એટલે કે લાભપાંચમથી વિધાનસભાને ઘેરાવ કરીને અચોક્કસ મુદતના ઉપવાસ કરવાની ચીમકી આપતાં સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે પોલીસ મથકો ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, પ્રોહીબીશન બ્રાંચો, આર.આર.સેલ અને ડીજીપી વીજીલન્સ જેવી સ્કવોડ દારૂબંધી રોકવા અસ્તિત્વમાં છે. આમ છતાં ગુજરાતની સ્થાપનાના આટલા વર્ષે પણ દારૂના અડ્ડાઓ ધમધમે છે અને 'દારૂડીયા' જાહેરમાં લોકોને પરેશાન કરે છે તેના કારણે દારૂબંધીની અસરકારકતા સામે સવાલ પેદા થયા છે
અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં કહ્યું છે કે સરકારે એવો કાયદો લાવવો જોઈએ કે દારૂ સાથે પકડનારા શખ્સને બે વર્ષની સજા સાથે બે લાખના દંડ થાય. આ ઉપરાંત જેની હદવાળા પોલીસ મથકમાં દારૂ મળી આવે તે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા જોઇએ અને એ જીલ્લાના એસપીને પણ શોકોઝ નોટીસ ફટકારવી જોઇએ તેવી જોગવાઈ પણ કરવી.
અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં ચીમકી આપી છે કે ખુલ્લેઆમ વેચાતા દારૂના અડ્ડાઓ સામે કડક કાયદો નહીં લવાય તો લાભ પાંચમે લાખો લોકો વિધાનસભાને ઘેરાવ કરી અચોક્કસ મુદતનાં ઉપવાસ શરૂ કરશે. અલ્પેશ ઠાકોર આ ચીમકીનો અમલ કરશે તો સરકારી અધિકારીઓની રજાઓ રદ થશે અને તેમની દિવાળી બગડશે તેવો ફફડાટ વ્યાપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -