AMCનો સપાટો, અમદાવાદમાં નેશનલ હેન્ડલુમ સહિત 400થી વધુ એકમો સીલ
આ કાર્યવાહી અંતર્ગત સેન્ટ્રલ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સની ઓફિસ, સિવિલ હોસ્પિટલ, ગુજરાત હાઉસીંગ બોર્ડ કોમ્પલેક્ષ, જીએમડીસી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઘી કાંટા મેટ્રોકોર્ટ બિલ્ડિંગ, ગ્રામ્ય કોર્ટ બિલ્ડિંગ, રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ, એલઆઇસી બિલ્ડિંગ, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કોમ્પલેક્ષ, મેડિસર્જ હોસ્પિટલ, મેકફ્લાવર હોસ્પિટલ, ડોક્ટર હાઉસ, સિટી ગોલ્ડ થીયેટર, એક્રોપોલીસ મોલ કેમ્બે હોટલ, સેન્ટ્રા, નોવોટેલ, ફોર્મ્યુલા વન, ગ્રાન્ડ ભગવતી સહિતની હોટલ્સ, સાકાર-5, ઇન્દ્રપ્રસ્થ સહિત અનેક ઇમારતોને નોટીસ પાઠવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના મોટા શહેરોમાં ફાયર સેફ્ટીના કાયદાની દયાજનક સ્થિતિને નિવારવા માટે રાજ્ય સરકારે નવો કાયદો બનાવી તે અમલી બનાવ્યો છે ત્યારે કોર્પોરેશને હજુ તેનો યોગ્ય રીતે અમલ કરાવાતો નહીં હોવાની હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટમાં ફાયરબ્રિગેડ દ્વારા એફિડેવિટ કરાઈ હતી. શહેરમાં 972 જેટલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો યોગ્ય અમલ નહીં થતાં તેમને નોટિસો અપાઈ છે.
શહેરની 972 જેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટી લાઈસન્સ રિન્યુ નથી થયાં અથવા તો લાઈસન્સ લેવાયા જ નથી તેવી સ્થિતિમાં ગત બુધવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે હાઇકોર્ટ સમક્ષ હાજર રહી ખાતરી આપી હતી કે, આગામી દિવસોમાં આવા એકમો સામે હાઇકોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી કરાશે. હાઇકોર્ટે મ્યુનિ.ને આદેશ કરી તેઓ કેટલી સમયમર્યાદામાં કયા પ્રકારના પગલા લેવા ઇચ્છે છે તે જણાવવા આદેશ આપ્યો છે. સાથે કડક પગલા લેવાની શરૂઆત મોલ કે સંપૂર્ણ કોમર્શિયલ એકમો પર તવાઇ સાથે કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 22મી પર મુલતવી રખાઈ છે.
સીલ કરવામાં આવેલ એકમોમાં નવા પશ્ચિમ ઝોનમાં કોર્પોરેટ રોડ પર આવેલા સફલના 127 એકમ. એલિસબ્રિજ નવરંગપુરા સાકાર-5ના 139 એકમ, મીઠાખળી અશોક ચેમ્બર્સના 56 એકમ, મિર્ઝાપુરમાં નાહાર કોમર્સિયલ સેન્ટરના 133 એકમનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ હાઈકોર્ટની ઝાટકણી બાદ ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન સફાળું જાગી ગયું છે. આજે એએમસીએ ફાયર સેફ્ટીના મુદ્દે નવા વાડજમાં આવેલા નેશનલ હેન્ડલુમ સહિત કુલ 400થી વધારે એકમો સીલ કર્યા છે. સીલ કરવામાં આવેલ એકમોમાં નવા પશ્ચિમ ઝોનમાં કોર્પોરેટ રોડ પર આવેલા સફલના 127 એકમ. એલિસબ્રિજ નવરંગપુરા સાકાર-5ના 139 એકમ, મીઠાખળી અશોક ચેમ્બર્સના 56 એકમ, મિર્ઝાપુરમાં નાહાર કોમર્સિયલ સેન્ટરના 133 એકમનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -