અમદાવાદઃ દલિત વિરોધપ્રદર્શનને કારણે BRTS-AMTS બસ સેવાને અસર, સારંગપુર બસડેપો બંધ
બીઆરટીએમ અને એએમટીએસ બસ સેવા બંધ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રદર્શનકારીઓએ 15 BRTS બસની હવા કાઢી નાખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ એસ-એસટી એક્ટમાં બદલાવના વિરોધમાં દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પણ દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં દલિતોએ હાઇવે બ્લોક કર્યા હતા.
દલિતોના વિરોધપ્રદર્શનને પગલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ને અસર પહોંચી હતી. કેટલાક વિસ્તારોમાં એએમટીએસ સેવાને અસર પહોંચી હતી. તે સિવાય કેટલાક વિસ્તારોમાં BRTS સેવાને પણ બંધ કરી દેવામાં આવી હતી. સારંગપુર એએમટીએસ બસ ડેપોને મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો હતો. ડેપો મેનજર દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -