✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટાઉનહોલ: GST, નોટબંધી, પાટીદાર અનામત આંદોલન પર શું બોલ્યા અમિત શાહ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2017 11:06 AM (IST)
ટાઉનહોલ: GST, નોટબંધી, પાટીદાર અનામત આંદોલન પર શું બોલ્યા અમિત શાહ
1

પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.

2

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.

3

રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.

4

ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.

5

6

7

નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • ટાઉનહોલ: GST, નોટબંધી, પાટીદાર અનામત આંદોલન પર શું બોલ્યા અમિત શાહ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.