ક્યાંથી આવ્યો હતો આસારામનો આખો પરિવાર, આસારામે ગુરુ બન્યા પહેલા શું કર્યું, જાણો વિગત
આસારામનું સાચું નામ અસુમલ થાઉમલ હરપલાની છે. તેનો પરિવાર મૂળ સિંધી છે. તેઓ પહેલાં પાકિસ્તાનમાં જામ નવાઝ અલી જિલ્લામાં રહેતો હતો. પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે આસારામ તેના પરિવાર સાથે ભારત આવીને રહેવા લાગ્યો હતો. ત્યાર બાદ આસારામ સાથે પરિવાર અમદાવાદમાં રહેવા લાગ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોધપુર: આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક આસારામ સગીર શિષ્યા સાથેના દુષ્કર્મમાં કેસમાં દોષી જાહેર થયા છે. તેમની સાથે તેની સેવાદાર શિલ્પી અને શરદચંદ્ર પણ દોષીને પણ કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણયને લઈને આસારામના સમર્થકો હિંસા ન ફેલાવે તે માટે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આસારામના ઈતિહાસ પ્રમાણે તે તેના પરિવાર સાથે પાકિસ્તાનથી અહીં આવ્યો છે. શરૂઆતમાં આસારામ ચા વેચવાનું કામ કરતા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.
આસારામની બાયોગ્રાફીમાં જણાવ્યા પ્રમાણે આસારામના પિતા લાકડાં અને કોલસાનો વેપાર કરતા હતા અને આસારામ પોતે માત્ર 3 ધોરણ પાસ છે. પિતાના નિધન બાદ આસારામે ઘરનું ગુજરાન ચલાવવા માટે ક્યારેક ઘોડા ગાડી ચલાવી તો ક્યારેક ચા વેચવાનું પણ કામ કર્યું હતું.
આસારામ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ધરપકડથી બચવા માટે આસારામ ઈંદોરના આશ્રમમાં છુપાયો હતો. જોધપુર પોલીસે 1 સપ્ટેમ્બર 2013માં આસારામની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, આસારામ વિરુદ્ધ 342, 376, 506 અને 509 અને પોક્સોની કલમ 8 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ 2013માં એક સગીરાએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના જોધપુર આશ્રમમાં થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ કેસની ફરિયાદ દિલ્હીમાં નોંધાવામાં આવી હતી. ત્યાં આસારામને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તે ગયા નહતા.
2008માં એક બાળકનું મોત આસારામના આશ્રમમાં થયું હતું ત્યારે પણ તેમના પર બાળક પર તાંત્રિક ક્રિયાઓ કરીને હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી મોદી સરકારે તાત્કાલિક આસારામ માટે તપાસ કમિટી બનાવી હતી. ત્યારે આસારામે એવું પણ કહ્યું હતું કે, મોદી ભસ્મ થઈ જશે.
1973માં આસારામે તેમના પહેલાં આશ્રમ અને ટ્રસ્ટની સ્થાપના અમદાવાદના મોટેરા ગામમાં કરી હતી. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ આસારામનું સામ્રાજ્ય સતત વધતું ગયું હતું. 1973થી 2001 સુધીમાં આસારામે ઘણાં ગુરુકુળ અને મહિલા કેન્દ્ર બનાવી લીધા હતાં. 1997થી 2008 દરમિયાન આસારામ પર રેપ, જમીન પચાવી પાડવી અને હત્યા જેવા ઘણાં આરોપ લાગ્યા હતા.
આસારામે 15 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું અને ત્યાર પછી ગુજરાતના ભરૂચમાં એક આશ્રમમાં રહેવા લાગ્યા હતા. અહીં આધ્યાત્મિક ગુરુ લીલા શાહ નામના વ્યક્તિએ તેમને દીક્ષા આપી હતી. દીક્ષા લેવા પહેલાં પોતાની જાતને સાબીત કરવા માટે તેમણે સાધના કરવી પડી હતી. ત્યાર પછી લીલા શાહે તેમને દીક્ષા આપીને તેનું નામ આસારામ રાખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -