ગુજરાત સરકારે માલધારી સમાજ માટે લીધો બહુ મોટો નિર્ણય, જાણો ટોકન ભાવે ક્યાં ફાળવાશે જમીન
ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદ કરશે. મુખ્યમંત્રીએ બહુધા પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલા માલધારી-રબારી- ભરવાડ સમાજના યુવાનો-માતા- બહેનોને પશુઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા પશુ ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકારની સહાયની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં તળાવો ઊંડા કરવા, નહેરો-નદીઓની સફાઈ, નદી કિનારે વૃક્ષારોપણ જેવા કામો મોટા પાયે ઉપાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતં કે, આવાં એક ફાર્મ દીઠ 3 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે, તેમજ કુલ 5,000 પશુ ફાર્મની સ્થાપનાના લક્ષ્યાંક સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 140 કરોડનું પ્રાવધાન કર્યુ છે. રૂપાણીએ પશુપાલકોને પાણીના અભાવે પોતાના પશુધન સાથે કયાંય હિજરત કરવી ન પડે તે હેતુસર રાજ્ય સરકારે પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યુ છે તેમ કહ્યું હતું.
ગુજરાતના 8 મહાનગરોમાં વર્ષોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતાં માલધારી સમાજના લોકો માટે મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે.
ગાંધીનગર: ગુજરાત સરકારે માલધારી સમાજ માટે બહુ મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધારી, રબારી-ભરવાડ કોમના 513 જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂપિયા 6 કરોડ 77 લાખના ધિરાણ- સહાય ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -