આસારામની અબજોની સંપત્તિ જેના હાથમાં આવી ગઈ તે ભારતી કોણ છે ? લગ્ન પછી પણ કેમ આશ્રમમાં પાછી આવી ગયેલી ?
અમદાવાદઃ સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયેલા આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને સજા મળ્યા બાદ તેમની દીકરી ભારતી શ્રી આસારામના દેશ-વિદેશમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સામ્રાજ્યને સંભાળશે. આખા દેશમાં આસારામના 400 આશ્રમ અને 40 સ્કૂલ છે. આસારામ અને તેમના દીકરા નારાયણ સાંઇના જેલ ગયા બાદ તેમની દીકરી ભારતી શ્રી જ આ સામ્રાજ્યને સંભાળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ત્યારબાદ 14 વર્ષ સુધી ધ્યાન અને યોગ કર્યા. ભારતી શ્રીએ એમ કોમ સુધી અભ્યાસ કર્યો છે. 1997માં ભારતી શ્રીના લગ્ન ડૉક્ટર હેમંત સાથે થયા. પરંતુ થોડા વર્ષોમાં બંન્ને વચ્ચે તકરાર થઇ અને ભારતી શ્રી ઘરે પાછી ફરી ગઇ હતી અને પિતાના આશ્રમનો કારોબાર સંભાળવા લાગી.
એવો આરોપ છે કે ભારતી શ્રી એ વ્યક્તિ છે જે આસારામના કહેવા પ્રમાણે, છોકરીઓને આશ્રમમાં મોકલતી હતી. એક પૂર્વ સાધક અમૃત પ્રજાપતિએ આરોપ મૂક્યો હતો કે આસારામ ભારતીને ફોન કરતા હતા અને તે ગાડીઓથી છોકરીઓને લાવતી હતી પરંતુ ભારતી શ્રી પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવતી રહી છે.
વર્ષ 1975માં જન્મેલી ભારતી શ્રી અને તેની માતા લક્ષ્મી દેવીને ગુજરાત પોલીસે એક રેપ કેસમા ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. તેમને સુરત રેપ કેસમાં ધરપકડ કરાઇ હતી. ભારતી શ્રી અને આસારામની પત્ની લક્ષ્મી દેવી પર રેપ કેસમાં આસારામ અને નારાયણ સાંઇની મદદ કરવાનો આરોપ છે. હાલમાં બંન્ને જામીન પર છે.
ભારતી શ્રીના પ્રવચનોને સંસ્થાની યુ-ટ્યુબ ચેનલમાં મુકવામાં આવે છે. ભારતી શ્રી પ્રવચન આપતા અગાઉ સંગીતમાં પોતે વચ્ચે બેસીને ગાય છે. અને ખુબ મક્કમતા સાથે પ્રચાર કરે છે. આસારામના ભક્તોની માનીએ તો ભારતી શ્રીના ઉપદેશ અત્યંત સંમોહિત કરનારા હોય છે.
સંત શ્રી આસારામજી ટ્રસ્ટ ચેરિટેબલ સંસ્થા તરીકે રજીસ્ટર છે. તેનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. અહીં જ આસારામે પ્રથમ આશ્રમ સ્થાપિત કર્યો હતો. આશ્રમ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે, ભારતી શ્રી તેના પિતાની જેમ નાટકીય રીતે પ્રચાર કરે છે. નાચે છે, ગાય છે ફૂલોનો આ જ રીતે શ્રુંગાર કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -