અમદાવાદઃ યુવતી સાથે પરાણે સેક્સ માણવાના ગુનામાં પોલીસે 16 યુવકોને બે વર્ષથી રાખ્યા છે જેલમાં, યુવતીએ કોર્ટમાં શું કર્યો ધડાકો ?
ઉલટ તપાસમાં આ છોકરીએ અગાઉ આપેલી તમામ વાતોને ખોટી જણાવી હતી. આરોપીના વકીલ આનંદ બ્રહ્મભટ્ટના એક સવાલનો જવાબ આપતા છોકરીએ કહ્યું હતું કે, તેણે આજ સુધી કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ નથી બાંધ્યો અને તે આજની તારીખે વર્જિન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ કલમ 164 હેઠળ આપેલા નિવેદનથી ફરી જઈ તેણે જણાવ્યું હતું કે, તે ક્યારેય કોર્ટમાં ગઈ જ નથી. તે અભણ છે, છતાં પોતાની સહી કરી શકે છે અને પોલીસ સ્ટેશનમાં જ તેની પાસેથી નિવેદન પર સહીઓ કરાવાઈ હતી. જ્યારે તેણે FIR થઈ ત્યારે કબ્જે લેવાયેલા કપડાં ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિલેશ લોઢાએ તેને હોસ્ટાઈલ જાહેર કરી હતી.
પીડિતાએ પોક્સો કોર્ટમાં આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે તેના પિતા જેલમાં કેમ છે તેનો તેને કોઈ ખ્યાલ નથી. છોકરીએ જેલમાં બંધ પોતાની સાવકી માને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે, તેના પર રેપ થયો જ નથી, એટલું જ નહીં તેણે તમામ આરોપીઓને ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
અમદાવાદ: શહેરના ચકચારી 2016ના પાલડી ગેંગરેપ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મંગળવારે કોર્ટમાં આવેલી પીડિતા નિવેદનથી ફરી ગઈ હતી અને પોતે સગીર નહીં, પરંતુ 22 વર્ષની હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે અત્યાર સુધીમાં કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી અને પોતે વર્જિન છે.
નોંધનીય છે કે, વર્ષ 2016માં ગેંગરેપનો કેસ નોંધાયો ત્યારે પીડિતા સગીર હોવાનું દર્શાવાયું હતું. આ કેસમાં 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર ગેંગરેપનો આરોપ મૂકાયો હતો. છોકરીના માતા-પિતા તેમજ પિતરાઈઓને પણ તેની સાથે જબરજસ્તી દેહવેપાર કરાવવાનો ચાર્જ લગાવાયો હતો. એટલું જ નહીં, આ છોકરીના પિતા પર તેની જાતિય સતામણી કરવાનો આરોપ પણ મૂકાયો હતો.
આ કેસમાં અમદાવાદની એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ભણતા ચાર સ્ટૂડન્ટ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પર આરોપ હતો કે, તેમણે આ છોકરી પર જુદા-જુદા સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તેના મા-બાપે તેને જબરજસ્તી દેહવેપારમાં ધકેલવાનો આરોપ લગાવાયો હતો. તેના પર રેપ થયો ત્યારે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેવું ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં બહાર આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -