કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત, જાણો વિગત
આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આશાબેન પટેલ હવે ભાજપના સદસ્ય છે. જેના પગલે આશા પટેલે અમિત શાહના આશીર્વાદ લીધાં હતાં. આ ઉપરાંત અમિત શાહે પ્રદેશ પ્રમુખ સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ સંગઠનના હોદ્દેદારો તથા લોકસભા ચૂંટણી સમિતિ તેમજ ચૂંટણી પ્રભારીઓ સાથે બેઠક યોજાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ એનેક્સી ખાતે અમિત શાહ સાથે આશા પટેલે મુલાકાત કરી હતી. આ સમયે આશા પટેલ અને દિનેશ પટેલ હાજર રહ્યાં હતા. આશા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા.
અમદાવાદ: અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા બેઠકમાં હાજર રહ્યાં હતા. સીએમ સાથે 20 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -