ભાનુશાળી હત્યા કેસમાં શકમંદ ભાજપનો નેતા છબિલ પટેલ ક્યાં છે ? પોલીસ તપાસમાં થયો મોટો ધડાકો, જાણો વિગત
છબિલ પટેલ ભારતમાં જ હોવા છતાં પોલીસ તેમના સુધી કેમ પહોંચી શકતી નથી એ સવાલ છે. છબિલ પટેલના પુત્રે જૂઠાણું ચલાવ્યું છતાં પોલીસ તેને કેમ પકડતી નથી એ સવાલ પણ ઉઠ્યો છે. એવા અહેવાલ પણ હતા કે, છબિલ પટેલ હત્યાના બે દિવસ પહેલાં જ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં કેટલાક નેતાઓને મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યા બદલ જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તે છબિલ પટેલ ક્યાં છે તે ચર્ચાનો વિષય છે. છબિલ પટેલના પુત્રે હત્યાના દિવસે દાવો કર્યો હતો કે, પોતાના પિતા છેલ્લા 12 દિવસથી બિઝનેસના કામે અમેરિકા ગયા છે.
સોશિયલ મીડિયા પર છબિલ પટેલનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં છબિલ પટેલ ગોળી મારવાની એક્શન કરીને એવું કહેતા સંભળાય છે કે, આપણી સાથે ફાવે તો ઠીક, બાકી આપણા દુશ્મનોને ઢીસક્યાઉં, ઢીસક્યાઉં. છબિલ પટેલે ભાનુશાળીના સંદર્ભમાં આ વાત કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે.
છબિલ પટેલ હત્યાના આગલા દિવસે જ અમેરિકા ગયો હોવાની ચર્ચા પણ ચાલી હતી. જો કે છબિલ પટેલના પુત્રનો દાવો ખોટો સાબિત થયો છે. આ અંગે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં પોલિસે ખરાઇ કરતાં છબીલ પટેલ તાજેતરમાં અમેરિકા ગયો હોય એ વાતને સમર્થન મળ્યું નથી.
પોલીસની તપાસમાં છબીલ પટેલ હાલમાં ભારતમાં હોવાનું બહાર આવ્યું છે ત્યારે તે ગુજરાતમાં જ હોય એવી પોલિસને આશંકા છે. જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા માટે ભાનુશાળીનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે. ભાજપના જ નેતા છબિલ પટેલે હત્યા કરાવવાની ધમકી આપી હતી અને પટેલે જ હત્યા કરાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -